________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૮ છું, હું ક્ષત્રિય છું, હું હરીજન છું, દરજી છું, મોચી છું, લુહાર છું,-ઇત્યાદિ એવા અધ્યવસાનથી પોતાને તે રૂપ કરે છે. હું જ્ઞાયક છું એમ અનુભવવાને બદલે મિથ્યા અધ્યવસાનથી આ હું અન્ય છું એમ પોતાને અન્યરૂપ કરે છે. ભગવાન આત્મા તો એક જ્ઞાયકભાવરૂપ છે; તે વાણિયો કે બ્રાહ્મણ આદિ ક્યાં છે? પણ પરમાં એકાકાર થઈને તે મિથ્યા અધ્યવસાન વડે પોતાને પરરૂપ માને છે. અહા ! પોતાના પેટમાં તો પરમાનંદ ભરેલો છે પણ મિથ્યા અધ્યવસાન વડે તે ચારગતિની જેલરૂપ-દુઃખરૂપ પોતાને કરે છે એ મહા ખેદ છે.
તેવી જ રીતે ઉદયમાં આવતા નારકના અધ્યવસાનથી પોતાને નારક (–નારકી) કરે છે....'
અહા ! એ નરકગતિમાં જાય છે ત્યારે હું નારકી છું એમ માને છે. અરે ભગવાન ! તું તો એક જ્ઞાયકમાત્ર છો, નારકી તો જડ દેહ છે. એનામાં હું નારકી છું એવો અભિપ્રાય તું કરે તે મિથ્યાત્વ છે; એમાં એકલો રાગદ્વેષ ને મિથ્યાત્વરૂપી કષાય ભરેલો છે. મિથ્યાત્વ એ કષાય છે ને? કષાયના ભેદમાં મિથ્યાત્વ આવી જાય છે. સ્થિતિ ને અનુભાગ (રસ) નો બંધ કષાયથી પડે છે ને પ્રકૃતિ ને પ્રદેશબંધ યોગથી પડે છે.
“ઉદયમાં આવતા નારકના અધ્યવસાનથી.' એમ કહીને અહીં એમ પણ સિદ્ધ કરવું છે કે તું નારકીપણે પણ ભગવાન! અનંતવાર ઉપજ્યો છે અને ત્યારે હું નારકી છું એવો અધ્યવસાય કરીને તે તારા જીવને હણી નાખ્યો છે. અહા ! એ નારકી નથી પણ જેના પેટમાં પરમાનંદ પડેલો છે તેવો એ જ્ઞાયકસ્વરૂપ ભગવાન છે. એમાંથી પ્રસવ થાય તો અતીન્દ્રિય આનંદ પ્રસવે એવી એ ચીજ છે.
જાઓ, શ્રેણીક રાજા હાલ નરકમાં છે; પણ હું નારકી છું એમ એમને નથી. સમકિતી છે ને? અંદર નિર્મળાનંદનો નાથ છે એને ભાળ્યો છે ને? એટલે હું જ્ઞાનાનંદસ્વરૂપી ભગવાન આત્મા છું એમ પોતાને અનુભવે છે. આ નારકપર્યાય છે એ તો પરચીજ છે, એનો તો હું જાણનારમાત્ર છું—એમ પોતે માને છે. માન્યતામાં મોટો ફેર બાપુ! એ ચોરાસીના અવતાર કરી કરીને તું ભવસમુદ્રમાં ડૂબી ગયો છું એનું કારણ એક આ મિથ્યા અધ્યવસાય જ છે. સમજાણું કાંઈ....?
શ્રીમદ્ રાજચંદ્ર કહ્યું છે કે- “મિથ્યાત્વનું લક્ષણ એ છે કે પરચીજને પોતાની માનવી અને પોતાની ચીજને ભૂલી જવી.' અહા ! એણે શાસ્ત્રનાં જાણપણાં કર્યા, પરલક્ષી પરપ્રકાશક જ્ઞાન કર્યું, પણ એ જ્ઞાન ક્યાં પોતાનું હતું? અહા ! પરલક્ષી જ્ઞાન કાંઈ પોતાનું જ્ઞાન નથી, જ્ઞાનનું જ્ઞાન નથી. અરે! પરના લક્ષે તો એ અનંતવાર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com