________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૪ ]
ચિન રત્નાકર ભાગ-૮ અહા ! આ જગતને આકરી લાગે એવી વાત છે. ભાઈ ! “પર જીવની રક્ષા કરું.” એવો અહિંસાનો અધ્યવસાય છે તે વાસ્તવમાં પાપ છે. ભગવાન! પરની રક્ષા તો તું કરી શકતો નથી, છતાં “પરની રક્ષા કરું' એવો અહિંસાનો અધ્યવસાય તું કરે એ મિથ્યા છે, નિરર્થક છે અને તે એકત્વબુદ્ધિ સહિત હોવાથી એકલી રાગ-દ્વેષની ક્રિયાથી ભરેલો છે. એના ગર્ભમાં-પેટમાં એકલો રાગ-દ્વેષ ભરેલો છે; એમાં ભગવાન આત્માનો વીતરાગભાવ, ચૈતન્યભાવ આવતો નથી, પણ એકલા રાગ-દ્વેષ ભરેલા છે.
પ્રશ્ન- તો સમ્યગ્દષ્ટિ સર્વ જીવોને અભયદાનનો દાતા છે તે કેવી રીતે છે?
સમાધાન - ભાઈ ! પર જીવોને હું અભયદાન દઉં વા પર જીવોની રક્ષા કરું-એવો એકત્વબુદ્ધિસહિત અભિપ્રાય સમકિતીને છે નહિ, કેમકે પર સાથેની એકત્વની ગ્રંથિ એને છૂટી ગઈ છે. સમકિતીને કિંચિત્ અસ્થિરતાના કારણે પર જીવોના અભયદાન સંબંધી વિકલ્પ અવશ્ય આવે છે, પણ એ પર જીવોથી અને તેની રક્ષાના વિકલ્પથી હું ભિન્ન છું એવી અંતર-પ્રતીતિ એને નિરંતર હોય છે. અહા ! અહિંસાના વિકલ્પના કાળે પણ એને અંતરંગમાં નિર્વિકલ્પ સમ્યગ્દર્શન-જ્ઞાન આદિ વીતરાગભાવરૂપ પરિણતિ પ્રગટ હોય છે. આ રીતે તેને અંતરંગમાં નિશ્ચય અને બહારમાં વ્યવહાર અભયદાન વર્તે છે.
જ્યારે મિથ્યાદષ્ટિને તો “હું પરને ન મારું, પરને રાખું' –એવા અધ્યવસાયમાં એકલા રાગ-દ્વેષ-મોહના ભાવ જ ભર્યા છે.
“પરના પ્રાણીની રક્ષા કરું” એવો જે પરને બચાવવાનો અભિપ્રાય તે પાપ છે એ લોકોને આકરું લાગે છે. પણ ભાઈ ! પોતાની સત્તા પરમાં જાય તો તું પરની રક્ષા કરે ને? પણ એમ તો બનતું નથી. પોતાની સત્તા તો ત્રિકાળ પોતામાં જ રહે છે, પરમાં કદીય જતી નથી. તેથી તે અધ્યવસાય પરનું તો કાંઈ કરી શકતો નથી, પણ પોતાને અહિંસક કરે છે, અહિંસક કરે છે એટલે કે રાગદ્વેષમોહરૂપ પોતાને કરે છે. અહીં અહિંસક એટલે વીતરાગી અહિંસક-એમ નહિ, પણ જેના ગર્ભમાં રાગ-દ્વેષ-મોહની ક્રિયા ભરેલી છે તેવો અહિંસક પોતાને કરે છે. સમજાણું કાંઈ.....?
પ્રશ્ન:- પણ “અહિંસા પરમ ધર્મ છે' એમ કહ્યું છે ને?
ઉત્તર- હા, એ કહ્યું છે એ તો યથાર્થ જ છે. પણ તે અહિંસા કયી? ભાઈ ! એ વિતરાગી અહિંસાની વાત છે. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, જ્ઞાયક સ્વરૂપ ભગવાન આત્માના આશ્રયે અંતરમાં નિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ વીતરાગી પરિણતિ પ્રગટ થાય તે અહિંસા છે અને તે પરમ ધર્મ છે. (અને એવા ધર્મી પર જીવોની રક્ષા કરવાનો વિકલ્પ આવે છે તેને વ્યવહારથી વ્યવહારધર્મ કહેવામાં આવે છે ).
અહીં એ વાત નથી. અહીં તો જેને પરમ ધર્મ અર્થાત નિશ્ચયધર્મય નથી અને વ્યવહારધર્મેય નથી એવા અજ્ઞાનીની વાત છે. અજ્ઞાનીને પર જીવોને હું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com