________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-ર૬૭ ]
[ ૧૬૧ સેવે છે પણ તે ભાવ તે તે પર દ્રવ્યની ક્રિયા કરવા શક્તિમાન નથી અર્થાત્ તે ભાવ પરની ક્રિયામાં અકિંચિત્કર છે. ભગવાન! તારી હોશિયારી કે બુદ્ધિ શું પરમાં ગરી જાય
છે? ના, કદીય નહિ. માટે એ અધ્યવસાન પોતાની અર્થક્રિયા કરનારું નથી અને તેથી મિથ્યા જ છે.
કોઈ વૈદ્ય એમ માને કે હું આ દવા એને (-પર જીવને) આપું છું એનાથી એના શરીરની નીરોગિતા થઈ જશે તો એનો એ અધ્યવસાય જૂઠો નિરર્થક છે એમ કહે છે; કેમકે શરીરની નીરોગિતા એ અધ્યવસાયનું કાર્ય નથી. એ અધ્યવસાય કર્તા ને શરીરની નીરોગિતા કાર્ય એમ છે નહિ. અહા! શરીરની નીરોગિતા થાય એમાં એના (વૈદ્યના) પરિણામ નિમિત્ત હો, પણ એ નિમિત્ત એના શરીરની નીરોગિતાનું કર્તા નથી. આવી ઝીણી વાત ભાઈ !
અત્યારે ઉપાદાન અને નિમિત્તની બહુ મોટી ચર્ચા ચાલે છે ને? ઉપાદાન એટલે દ્રવ્યની પોતાની પર્યાયની તત્કાલીન યોગ્યતા; તે એની જન્મક્ષણ છે અને એનાથી પર્યાય જન્મે છે, ઉત્પન્ન થાય છે; પણ નિમિત્તથી થાય છે એમ ત્રણકાળમાં નથી. હા, નિમિત્ત છે ખરું, છે તો ભલે છે, પણ નિમિત્ત પરમાં કાંઈ વિલક્ષણતા કરતું નથી, એ પરમાં અકિંચિત્કર છે.
જાઓ, આ પાણી ગરમ થાય છે તે પોતાની પર્યાયની તત્કાલીન યોગ્યતાથી થાય છે. તે કાળે બહાર અગ્નિનું નિમિત્ત છે, પણ અગ્નિ પાણીને ગરમ કરે છે એમ છે નહિ. પાણીની ગરમ અવસ્થાનો અગ્નિ કર્તા નથી. પાણી પહેલાં ઠંડું હતું ને હવે ગરમ થયું એ પોતાની પર્યાયના ઉપાદાનથી ( નિજ શક્તિથી) ગરમ થયું છે, એ એની જન્મક્ષણથી થયું છે; એમાં અગ્નિ નિમિત્ત અવશ્ય છે, નિમિત્તે પાણીને ગરમ કર્યું નથી. આવી ભારે સૂક્ષ્મ વાત ભાઈ ! દુનિયાથી સાવ જુદી.
પ્રત્યેક દ્રવ્યની જે સમયમાં જે પર્યાય થવાયોગ્ય હોય તે સમયમાં તે જ થાય છે; તે સમયે પરવસ્તુ નિમિત્ત હોય; પણ નિમિત્ત ઉપાદાનની પર્યાયને કરે છે વા તેમાં કાંઈ વિલક્ષણતા કરે છે એ સાવ ખોટી વાત છે. બનારસીદાસે ઉપાદાન-નિમિત્તના દોહામાં લખ્યું છે કે
ઉપાદાન બલ જહાઁ તહ, નહિ નિમિત્તકો દાવ' જ્યાં ત્યાં અર્થાત્ સર્વત્ર ( પ્રત્યેક) દ્રવ્યની જે જે પર્યાય થાય છે તે દ્રવ્યની નિશક્તિથી-ઉપાદાનના બળથી થાય છે, તેમાં નિમિત્તનો કોઈ દાવ જ નથી, અર્થાત નિમિત્ત-પરવસ્તુ એમાં અકિંચિત્કર છે.
અહો! આ તો મહા અલૌકિક સિદ્ધાંત છે. જેની સમજમાં તે બેસી જાય તેના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com