________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૮ ]
[પ્રવચન રત્નાકર ભાગ-૮ તારા પરિણામ શું કરી શકે? એ પ્રાણી તો પોતાના રાગના પરિણામ વિના બંધાશે નહિ અને વીતરાગતાના પરિણામ વિના મૂકાશે નહિ.
વળી જો દીક બીજા જીવને બંધાવાના કે મૂકાવાના તારા પરિણામ ન હોય તો પણ તે બીજો જીવ પોતાના સરાગ પરિણામથી બંધાશે અને વીતરાગ પરિણામથી મૂકાશે. આવું જ વસ્તુસ્વરૂપ છે ત્યાં તારું શું કર્તવ્ય છે? ભાઈ! આ સમજ્યા વિના જ દુનિયા
આખી સંસારમાં અનંતકાળથી રખડી મરે છે.
ભગવાન ! તું અનાદિથી દુ:ખી જ દુ:ખી છે. મોટો પૈસાવાળો ધનપતિ થયો ત્યારે પણ, હું પૈસાવાળો છું, હું સંપત્તિની બરાબર વ્યવસ્થા કરી શકું છું, હું પૈસા દાનમાં આપી શકું છું અને ધન વડે બીજાને (–ગરીબોને) સુખ પહોંચાડી શકું છું–એવી મિથ્યા માન્યતા વડે મિથ્યાદષ્ટિ થઈને દુઃખી જ રહ્યો છે. ભાઈ ! તને મિથ્યાદર્શન શું ચીજ છે એની ખબર નથી પણ એના ગર્ભમાં અનંતકાળનાં પરિભ્રમણનાં પારાવાર દુઃખ રહ્યાં છે.
અહાહા....! હું બીજાને દુઃખી-સુખી કરું છું, બંધાવું-મૂકાવું છું એમ જે માને છે તે મૂઢ મિથ્યાદષ્ટિ છે અને તે ચારગતિમાં અનંતકાળ રખડી ખાય છે.
જુઓ, પહેલાં કહ્યું કે –તા૨ા પરિણામ હોય કે હું પરને બંધાવું-મૂકાવું તો પણ પ૨ જીવ તો એના સરાગ-વીતરાગ પરિણામના અભાવથી બંધાતો નથી કે મૂકાતો નથી. વળી કહ્યું કે તારા પરને બંધાવા-મૂકાવાના અધ્યવસાય ન હોય તોપણ ૫૨ જીવો તો પોતાના સરાગ-વીતરાગ પરિણામથી બંધાય છે કે મૂકાય છે. આમાં ખૂબી જોઈ ? એમ કે–તારા અધ્યવસાય હોય કે ન હોય, ૫૨ જીવો તો પોતાના મિથ્યાત્વના ભાવને કારણે બંધાય છે અને વીતરાગભાવને કારણે મૂકાય છે. એટલે કે તારું અધ્યવસાન તો ૫૨ જીવોને બંધાવા-મૂકાવામાં ફોગટ વ્યર્થ છે.
અહા ! આચાર્યદેવે આમાં ગજબની ખૂબી નાખી છે. તારા ૫૨ જીવોને બંધાવામૂકાવાના અધ્યવસાય ન હોય તોય ૫૨ જીવો તો પોતાના સરાગ-વીતરાગ પરિણામને કારણે બંધાય-મૂકાય છે, અને તને ૫૨ જીવોને બંધાવા-મૂકાવાના પરિણામ હોય તોપણ ૫૨ જીવો તો પોતાના સરાગ-વીતરાગ પરિણામના અભાવથી બંધાતા-મૂકાતા નથી. માટે તારા અધ્યવસાય ૫૨માં કાંઈ કરતાં નથી. લ્યો, આવી વાત છે! હવે એ જ કહે છે કે
‘માટે ૫૨માં અકિંચિત્કર હોવાથી આ અધ્યવસાન પોતાની અર્થક્રિયા કરનારું નથી; અને તેથી મિથ્યા જ છે-આવો ભાવ (–આશય ) છે.’
અહો ! અદ્દભૂત અલૌકિક વાત છે ભાઈ ! આ. અત્યારે તો પંડિતોમાં મોટી ચર્ચા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com