________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૧૪૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૮
કારણ છે, એ નિમિત્ત જીવમાં અધ્યવસાન ઉત્પન્ન કરે વા કરાવી દે છે એમ છે નહિ. આ તો અધ્યવસાન બાહ્યવસ્તુના આલંબને ઉપજે છે તેથી તેને (બાહ્યવસ્તુને ) અધ્યવસાનનું કારણ કહેવામાં આવે છે.
જીઓ, નાનું કુમળું બાળક હોય, રૂપાળું કુણું હોય એટલે એને ચુંબન લે. ત્યાં આનો જે અભિપ્રાય છે કે ‘હું આને ચુંબન લઉં' એ અભિપ્રાય ચુંબનની ક્રિયા કરી શકતો નથી, કેમકે હોઠથી ચુંબનની ક્રિયા થાય એ તો પ૨ની-જડની ક્રિયા છે. તે જીવને અતભાવરૂપ હોવાથી જીવ એ ક્રિયા કરી શકતો નથી. અહા! જે ક્રિયા આ કરતો-કરી શકતો નથી તે એને બંધનું કારણ કેમ થાય? ન થાય. તેથી બાહ્યવસ્તુ બંધનું કારણ નથી. પણ ‘હું આમ ચુંબન લઉં' એવું જે પરિણામ-અધ્યવસાન છે તે જ બંધનું કારણ છે.
અહાહા...! ક્ષણેક્ષણનું ભેદજ્ઞાન બતાવ્યું છે ભાઈ! સમયે સમયે થતી પર્યાય (– પરિણામ ) અને તે તે સમયે થતી પદ્રવ્યની ક્રિયા-એ બે ભિન્ન ભિન્ન સ્વતંત્ર છે એમ કહે છે. તે તે સમયે થતા પરિણામ જીવને તદ્દભાવરૂપ છે, અને તે તે સમયની પદ્રવ્યની ક્રિયા જીવને અતભાવરૂપ છે. તથાપિ તે તે પરિણામને બાહ્યવસ્તુ આલંબન છે તેથી તેને અધ્યવસાનનું-પરિણામનું કારણ કહેવામાં આવે છે. અહા! અતભાવરૂપ એવી બાહ્યવસ્તુ આલંબનભૂત હોવાથી તભાવરૂપ અધ્યવસાનનું કારણ છે એમ કહેવાય છે. સમજાણું sis...?
બાહ્યવસ્તુ વિના નિરાશ્રયપણે અધ્યવસાન ઉપજતાં નથી તેથી બાહ્યવસ્તુઓનો ત્યાગ કરાવવામાં આવે છે.’
બીજાને મા૨વા-જિવાડવાનો, સુખી-દુ:ખી કરવાનો અધ્યવસાય બાહ્યવસ્તુના આશ્રય વિના ઉપજતો નથી તેથી બાહ્યવસ્તુઓનો ત્યાગ કરાવવામાં આવે છે. ત્યાં આશય તો અધ્યવસાનનો જ ત્યાગ કરાવવાનો છે. કોઈને બાહ્યવસ્તુઓનો ત્યાગ હોય પણ અંતરંગ અધ્યવસાન મટે નહિ તો તેથી કાંઈ (લાભ ) નથી.
હવે કહે છે– જો બંધનું કા૨ણ બાહ્યવસ્તુ કહેવામાં આવે તો તેમાં વ્યભિચાર આવે છે.' એટલે શું? એટલે કે તેમાં સત્યતા આવતી નથી, વિરુદ્ધતા-વિપરીતતા આવે છે; કેમકે કારણ હોવા છતાં કોઈ સ્થળે કાર્ય દેખાય અને કોઈ સ્થળે કાર્ય ન દેખાય તેને વ્યભિચાર કહે છે. કારણ હોય છતાં કાર્ય થાય વા ન પણ થાય તો તે કારણમાં વ્યભિચાર છે, અને એવા કારણને વ્યભિચારી–અનૈકાંતિક કારણાભાસ કહે છે. માટે બાહ્યવસ્તુ બંધનું કારણ નથી.
જેમકે ‘કોઈ મુનિ ઈર્યાસમિતિપૂર્વક યત્નથી ગમન કરતા હોય તેમના પગ તળે કોઈ ઊડતું જીવડું વેગથી આવી પડીને મરી ગયું તો તેની હિંસા મુનિને લાગતી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com