________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૬૫ ]
[ ૧૪૧
સાધવાની આ ધર્મશાળા છે, તથા સંસારતપનો નાશ કરનારી એ અમૃતસ્વરૂપ મેઘમાળા છે, અહાહ...! ઠંડા શીતળ પાણીથી ભરેલા વરસતા મેઘની પંક્તિ સમાન છે. અહાહા...! એ જિનવાણી મહામોહનો નાશ કરીને મોક્ષને-સર્વોત્કૃષ્ટ સુખને દેનારી છે. અહા! એવી જિનવાણી માતા વાગીશ્વરી દેવીને હું નમસ્કાર કરું છું એમ કવિ કહે છે.
પ્રશ્ન:- પણ વાણી તો જડ છે એમ આપ કહો છો ને? એમાં ક્યાં આત્મા છે? એમ આપ વારંવાર ફરમાવો છો ને? (એમ કે તો પછી આવી જિનવાણીની સ્તુતિ કેમ કરો છો ?)
સમાધાનઃ- ભાઈ! જ્યાં જે અપેક્ષાથી વાત હોય તે યથાર્થ સમજવી જોઈએ. વાણીમાં આત્મા નથી, ભાષાવર્ગણાના પરિણમનરૂપ વાણી જડ છે એ તો સત્ય જ છે. પણ આ ભગવાન જિનેશ્વર સર્વજ્ઞ પરમેશ્વરના નિમિત્તે પ્રગટેલી વાણી-જિનવાણીનું વાચ્ય શું છે? અહાહા..! એનું વાચ્ય ચિદાનંદઘન પ્રભુ આત્મા છે. એ તો સ્તુતિમાં જ આવે છે કે
‘ચિદાનંદ ભૂપાલકી રાજધાની, નમોં દેવિ વાગેશ્વરી જૈનવાણી.
અહાહા...! જિનવાણી, જેમાં ચિદાનંદ રાય ભગવાન આત્મા વસે છે એની રાજધાની છે, અર્થાત્ જિનવાણીમાં ચિદાનંદઘન પ્રભુ આત્માનું કથન છે. અહાહા...! એનો ભાવ જે સમજે તેને તે શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિમાં ઉપકારભૂત-નિમિત્તભૂત થાય છે. માટે તે વ્યવહા૨ે સ્તુતિયોગ્ય પૂજનીક છે. ધર્માત્માને એવો જિનવાણી પ્રતિ સ્તુતિનો ભાવ આવે છે. આવ્યા વિના રહેતો નથી. બનારસીદાસે ગૃહસ્થાશ્રમમાં આ સ્તુતિ કરી છે. ભાઈ! અમે જે અપેક્ષાએ કહીએ છીએ તે ન્યાયથી યથાર્થ સમજવું જોઈએ.
આ વાણિયા આખો દિ' ધંધા-વેપારમાં ને બૈરાં-છોકરા સાચવવામાં પડયા રહે તે ન્યાયથી આ અર્થ ક્યાં સમજવા બેસે. એને તો અર્થ નામ પૈસાની ખબર હોય પણ આ અર્થની ખબર ન હોય.
પ્રશ્ન:- એનું શું કારણ ?
ઉત્ત૨:- પેલામાં તો ઘરમાં-ઘરની મૂડીમાં નુકશાન થતું દેખાય છે? અને આમાં નુકશાન તો આવે પણ કહી દે કે ‘ખબર પડતી નથી' એટલે હાલે. નુકશાન તો ખૂબ મોટું આવે ભાઈ ! હોં, પણ એને ખબર પડતી નથી. બાપુ! એમ ને એમ આ જીવન જાય
છે હોં.
અહીં કહે છે-રાગની એકતાબુદ્ધિનો અભિપ્રાય-અધ્યવસાય છે તે બંધનું કારણ છે; અને એ બંધના કારણનું કારણ જે પ૨વસ્તુ તેને અહીં (આશ્રયરૂપ) કારણ ગણ્યું છે. નિમિત્ત છે ને? એ કારણથી કાર્ય થાય છે એમ નહિ, પણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com