________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૬૨
एवं हि हिंसाध्यवसाय एव हिंसेत्यायातम्।
अज्झवसिदेण बंधो सत्ते मारेउ मा व मारेउ। एसो बंधसमासो जीवाणं णिच्छयणयस्स।। २६२।।
अध्यवसितेन बन्धः सत्त्वान् मारयतु मा वा मारयतु।
एष बन्धसमासो जीवानां निश्चयनयस्य ।। २६२ ।। આ રીતે ખરેખર હિંસાનો અધ્યવસાય જ હિંસા છે એમ ફલિત થયું' એમ હવે કહે છે:
મારો-ન મારો જીવને, છે બંધ અધ્યવસાન થી,
-આ જીવ કેરા બંધનો સંક્ષેપ નિશ્ચયનય થકી. ૨૬૨. ગાથાર્થ:- [ સર્વાન] જીવોને [મારયત] મારો [વા મા મરિયા] અથવા ન મારો- [વશ્વ:] કર્મબંધ [મધ્યવસિતેન] અધ્યવસાનથી જ થાય છે. [ps:] આ, | [ નિશ્ચયનયર્ચ ] નિશ્ચયનયે, [ નીવાનાં ] જીવોના [ વન્યસમાસ: ] બંધનો સંક્ષેપ છે.
ટીકા - પર જીવોને પોતાના કર્મના ઉદયની વિચિત્રતાના વશે પ્રાણોનો વ્યપરોપ (-ઉચ્છદ, વિયોગ) કદાચિત થાઓ, કદાચિત ન થાઓ, -“હું હણું છું' એવો જે અહંકારરસથી ભરેલો હિંસામાં અધ્યવસાય (અર્થાત્ હિંસાનો અધ્યવસાય) તે જ નિશ્ચયથી તેને (હિંસાનો અધ્યવસાય કરનારા જીવને) બંધનું કારણ છે, કેમ કે નિશ્ચયથી પરનો ભાવ એવો જે પ્રાણોનો વ્યપરોપ તે પરથી કરાવો અશક્ય છે (અર્થાત્ તે પરથી કરી શકાતો નથી).
ભાવાર્થ- નિશ્ચયનયે બીજાના પ્રાણોનો વિયોગ બીજાથી કરી શકાતો નથી; તેના પોતાના કર્મના ઉદયની વિચિત્રતાવશ કદાચિત થાય છે, કદાચિત્ નથી થતો. માટે જે એમ માને છે-અહંકાર કરે છે કે “હું પર જીવને મારું છું', તેનો તે અહંકારરૂપ અધ્યવસાય અજ્ઞાનમય છે. તે અધ્યવસાય જ હિંસા છે પોતાના વિશુદ્ધ ચૈતન્યપ્રાણનો ઘાત છે, અને તે જ બંધનું કારણ છે. આ નિશ્ચયનયનો મત છે.
અહીં વ્યવહારનયને ગૌણ કરીને કહ્યું છે એમ જાણવું. માટે તે કથન કથંચિત (અર્થાત્ અપેક્ષાપૂર્વક) છે એમ સમજવું; સર્વથા એકાંતપક્ષ તો મિથ્યાત્વ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com