________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૫૯
एसा दु जा मदी दे दुक्खिदसुहिदे करेमि सत्ते त्ति। एसा दे मूढमदी सुहासुहं बंधदे कम्मं ।। २५९ ।।
एषा तु या मतिस्ते दुःखितसुखितान करोमि सत्त्वानिति।
एषा ते मूढमति: शुभाशुभं बध्नाति कर्म।। २५९ ।। હવે, આ અજ્ઞાનમય અધ્યવસાય જ બંધનું કારણ છે એમ ગાથામાં કહે છે:
આ બુદ્ધિ જે તુજ-“દુખિત તેમ સુખી કરુ જીવને',
તે મૂઢ મતિ તારી અરે! શુભ અશુભ બાંધે કર્મને. ૨૫૯. ગાથાર્થઃ- [7] તારી [યા ઉષા મતિઃ 1] જે આ બુદ્ધિ છે કે હું [સત્ત્વાન] જીવોને [ દુ:રિષત સુવિતાન] દુઃખી-સુખી [ રોમિ તિ] કરું છું, [ તે મૂઢમતિ: ] તે આ તારી મૂઢ બુદ્ધિ જ (મોહસ્વરૂપ બુદ્ધિ જ ) [ શુભાશુમ શર્મ] શુભાશુભ કર્મને [ વજ્ઞાતિ ] બાંધે છે.
ટીકાઃ- “પર જીવોને હું હસું છું, નથી હણતો, દુઃખી કરું છું, સુખી કરું છું' એવો જે આ અજ્ઞાનમય અધ્યવસાય મિથ્યાષ્ટિને છે, તે જ ( અર્થાત્ તે અધ્યવસાય જ) પોતે રાગાદિરૂપ હોવાથી તેને (-મિથ્યાષ્ટિને) શુભાશુભ બંધનું કારણ છે.
ભાવાર્થ:- મિથ્યા અધ્યવસાય બંધનું કારણ છે.
સમયસાર ગાથા ૨૫૯: મથાળું હવે, આ અજ્ઞાનમય અધ્યવસાય જ બંધનું કારણ છે એમ ગાથામાં કહે છે:
* ગાથા ૨૫૯ : ટીકા ઉપરનું પ્રવચન * પર જીવોને હું હસું છું, નથી હણતો, દુઃખી કરું છું, સુખી કરું છું-એવો જે આ અજ્ઞાનમય અધ્યવસાય મિથ્યાદષ્ટિને છે, તે જ પોતે રાગાદિરૂપ હોવાથી તેને (મિથ્યાષ્ટિને) શુભાશુભ બંધનું કારણ છે.'
આત્મા સચ્ચિદાનંદ પ્રભુ નિત્ય નિરંજન એક જ્ઞાનસ્વભાવ માત્ર વસ્તુ છે. એમાં આ હું પરને હણું ને ન હણું એવો જે અજ્ઞાનમય રાગ-દ્વેષ-મોહના, પાપ ને પુણ્યના પરિણામ થાય તે, કહે છે, મિથ્યાષ્ટિને બંધનું કારણ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com