________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૮ કર્તા થાય તે અજ્ઞાની છે. પરનાં કાર્ય કરવાનો અભિપ્રાય સેવે છે તે જાણનાર રહેતો નથી. પણ જે કર્તા થતો નથી તે જાણનાર રહે છે અને તે જ્ઞાની છે. અહા ! હું તો એક જ્ઞાનસ્વરૂપ છું, પરનાં કાર્યો તો પરથી-એનાથી થાય, હું તો એનો જાણનાર માત્ર સાક્ષી છું એમ જાણવામાત્રપણે પરિણમે તે જ્ઞાની છે.
અહાહા....! આત્મા નિર્મળાનંદનો નાથ પ્રભુ સદા જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન છે. તેના અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિનો આ ઉપાય છે. શું? કે- પરની ક્રિયા હું કરી શકતો નથી, પરનાં જીવન-મરણ કે સુખ દુઃખ હું કરી શકતો નથી, પરનાં કાર્યો પરમાં પરથી થાય, હું તો જાણનાર-દેખનારમાત્ર છું એમ જાણવા-દેખવામાત્રપણે પરિણમવું તે સાચા આનંદની પ્રાપ્તિનો ઉપાય છે. ભાઈ ! કરવાનો અભિપ્રાય એ તો બોજો-દુ:ખ છે, અને જાણવાપણે રહેવું એમાં નિરાકુળ આનંદ છે. જ્ઞાની સદા નિરાકુળ આનંદની મોજમાં રહે છે.
* ગાથા ૨૫૭-૧૫૮: ભાવાર્થ ઉપરનું પ્રવચન *
કોઈ કોઈનું માર્યું મરતું નથી, જિવાયું જીવતું નથી, સુખી-દુ:ખી કર્યું સુખીદુઃખી થતું નથી; તેથી જે મરવા, જિવાડવા આદિનો અભિપ્રાય કરે તે તો મિથ્યાષ્ટિ જ હોય-એમ નિશ્ચયનું વચન છે.
આ પુરુષો બધા સ્ત્રી-પુત્ર-પરિવારને જિવાડે છે કે નહિ? અને આ બધા શેઠિયા નોકરોને જિવાડે છે કે નહિ?
ભાઈ ! કોણ જિવાડે? હું પરને જિવાડું-એવો અહંકાર છે એ તો મિથ્યાત્વશલ્ય છે. એ શલ્યના કારણે ભગવાન! તું નરક નિગોદના ને કીડી-કડાના અનંત-અનંત ભવ કરીને મરી ગયો છે. ભાઈ ! તારા અપાર-પારાવાર દુ:ખને જોનારા પણ કંપી ઊઠે એવા તે દુ:ખ સહન કર્યા છે. એ દુઃખ કેમ કહ્યાં જાય? ભાઈ ! એ દુ:ખથી ઉગરવું હોય તો સુલટી જા, પરનાં કાર્ય કરું-એ અભિપ્રાય છોડી દે. આ છોકરાંને પાળું-પોષે, મોટા કરું ને સુખી કરું-એ વાત જવા દે અને અંદર જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન વિરાજી રહ્યો છે તેમાં જા, તને અતીન્દ્રિય સુખ થશે.
અહા! કોઈ કોઈનું કાંઈ કરી શકતું નથી એ મૂળ સિદ્ધાંત છે. તેથી જે બીજાને મારવા-જિવાડવા આદિનો અભિપ્રાય કરે છે તે નિયમથી મિથ્યાદષ્ટિ છે. આ નિશ્ચયનું વચન છે એટલે આ સત્યાર્થ છે. અહીં વ્યવહારનય ગૌણ છે. આણે આને માર્યો-જિવાડયો એમ વ્યવહારથી કહેવાય પણ વસ્તુ સ્વરૂપ એમ નથી. તેથી અહીં વ્યવહારનય ગૌણ છે. આવી વાત છે.
હવે આગળના કથનની સૂચનારૂપ શ્લોક કહે છે:
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com