________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૮ માન્યતા એની શાન્તિને હણે છે અર્થાત્ એ માન્યતા એની વીતરાગી શાન્તિના પરિણામને પ્રગટ થવા દેતી નથી.
અહા! “તેઓ મિથ્યાષ્ટિ, આત્માના હણનારા છે'-આ શબ્દોએ તો ગજબ કર્યો છે. પરને હણી શકતો નથી, છતાં “પરને હણી શકું છું –એવી માન્યતામાં, કહે છે, પોતે હણાઈ જાય છે; પરને જિવાડી શકતો નથી, છતાં “પરને જિવાડી શકું છું –એવી માન્યતાથી પોતાનું જીવન હણાઈ જાય છે; પોતે પરનાં સુખ-દુઃખ કરી શકતો નથી, આહાર-ઔષધાદિ વડે પરનો ઉપકાર કરી શકતો નથી વા શસ્ત્રાદિના ઘાત વડ પરનો અપકાર કરી શકતો નથી, છતાં ‘પરનાં સુખ-દુઃખ, ઉપકાર-અપકાર કરી શકું છું –એવી માન્યતાથી પોતાનો આત્મા હણાઈ જાય છે. તેથી કહ્યું કે –“પરનાં કાર્ય હું કરું –એવી માન્યતા વડે અહંકાર કરનારા તેઓ મિથ્યાદષ્ટિ આત્માને હણનારા મહાપાપી જ છે. લ્યો, આવી વાત છે!
* કળશ ૧૬૯ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * “જેઓ પરને મારવા-જિવાડવાનો તથા સુખ-દુઃખ કરવાનો અભિપ્રાય કરે છે તેઓ મિથ્યાષ્ટિ છે.'
શું કીધું? પરને મારવા-જિવાડવાનો એટલે પરના પ્રાણોને હરવાનો અને પરના પ્રાણોની રક્ષા કરવાનો જેને અભિપ્રાય છે તે મિથ્યાદષ્ટિ છે. વળી પરનાં સુખ-દુઃખ કરવાનો એટલે પરને અનુકૂળ સંયોગો દેવાનો અને પરને પ્રતિકૂળ સંયોગો દેવાનો જે અભિપ્રાય કરે છે તે પણ મિથ્યાષ્ટિ છે.
હમણાં ઈન્દોરમાં ત્રણ-ત્રણ મંદિરમાં ચોરી થઈ. ભગવાનની મૂર્તિ ઉપાડી ગયા, અને પોલીસે આઠ જણને પકડ્યા. અહા ! ધર્મના સ્થાનમાં પણ ચોરી! ગજબ વાત છે ને! અહીં કહે છે તે મૂર્તિ ચોરવાની ક્રિયા (તેનું સ્થાનાંતર થવાની ક્રિયા) તો તું કરી શકતો નથી. પણ હું પરને ચોરી શકું છું એમ અભિપ્રાયથી ચોરવાની વાંછા છે ને! અહીં કહે છે–તે મિથ્યાત્વભાવ છે. અહા ! પરની ક્રિયા કરવાનો અભિપ્રાય છે તે મિથ્યાત્વભાવ છે અને તેવા જીવો મિથ્યાદષ્ટિ છે. હવે કહે છે
“તેઓ પોતાના સ્વરૂપથી શ્રુત થયા થકા રાગી, પી, મોહી થઈને પોતાથી જ પોતાની વાત કરે છે, તેથી હિંસક છે.'
જુઓ, શું કહે છે? કે હું બીજાના પ્રાણીની રક્ષા કરી શકું છું, વા બીજાને મારી શકું છું તથા બીજાને અનુકૂળ-પ્રતિકૂળ સંજોગો દઈ શકું છું-ઇત્યાદિ જેનો અભિપ્રાય છે તેઓ પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપથી ભ્રષ્ટ થઈને રાગી, હૃષી, મોહી થઈને પોતાથી જ પોતાના આત્માનો ઘાત કરે છે અને તેથી તેઓ હિંસક છે. અહા ! હું પરનાં કામ કરી શકું છું એમ માનનારે, હું પોતે શુદ્ધ અખંડ એક જ્ઞાનાનંદ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com