________________
૩૮૮
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૩૫ - ૩૬
संखेज्जासंखेज्जाणंतपदेसा हवंति
[નિયમસાર પ્રવચન
मुत्तस्स । धम्माधम्मस्स पुणो जीवस्स असंखदेसा हु ।। ३५ ।। लोयायासे तावं इदरस्स अनंतयं हवे देसा । कालस्स ण कायत्तं एयपदेसो हवे जम्हा ।। ३६ ।। અણસંખ્ય, સંખ્ય, અનંત હોય પ્રદેશ મૂર્તિક દ્રવ્યને, અણસંખ્ય જાણ પ્રદેશ ધર્મ, અધર્મ તેમ જ જીવને; ૩૫. અણસંખ્ય લોકાકાશમાંહી, અનંત જાણ અલોકને,
છે કાળ એકપ્રદેશી, તેથી ન કાળને કાયત્વ છે. ૩૬.
અન્વયાર્થ:- [ મૂર્તસ્વ] મૂર્ત દ્રવ્યને [સંધ્યાતાસંધ્યાતાનંતપ્રવેશા:] સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશો [ભવન્તિ ] હોય છે; [ ધર્માધર્મયો: ] ધર્મ, અધર્મ [પુન: નીવચ] તેમ જ જીવને [ વસ્તુ] ખરેખર [અસંધ્યાતપ્રવેશ:] અસંખ્યાત પ્રદેશો છે;
[તોળાશે] લોકાકાશને વિષે [તવ્રુત્] ધર્મ, અધર્મ તેમ જ જીવની માફક (અસંખ્યાત પ્રદેશો) છે; [તરસ્ય] બાકીનું જે અલોકાકાશ તેને [અનંતા: વેશ:] અનંત પ્રદેશો [ભવન્તિ] છે. [ાનસ્ય] કાળને [ાયત્વ ન] કાયપણું નથી, [યસ્માત્] કારણ કે [પ્રવેશ:] તે એકપ્રદેશી [ મવેત્ ] છે.
ટીકા:- આમાં છ દ્રવ્યોના પ્રદેશનું લક્ષણ અને તેના સંભવનો પ્રકાર કહેલ છે (અર્થાત્ આ ગાથામાં પ્રદેશનું લક્ષણ તેમ જ છ દ્રવ્યોને કેટલા કેટલા પ્રદેશ હોય છે તે કહ્યું છે).
શુદ્ધપુદ્દગલપરમાણુ વડે રોકાયેલું આકાશસ્થળ જ પ્રદેશ છે ( અર્થાત્ શુદ્ધ પુદ્દગલરૂપ પરમાણુ આકાશના જેટલા ભાગને રોકે તેટલો ભાગ તે આકાશનો પ્રદેશ છે). પુદ્દગલદ્રવ્યને *એવા પ્રદેશો સંખ્યાત, અસંખ્યાત અને અનંત હોય છે. લોકાકાશને, ધર્મને, અધર્મને તથા એક જીવને અસંખ્યાત પ્રદેશો છે. બાકીનું જે અલોકાકાશ તેને અનંત પ્રદેશો છે. કાળને એક પ્રદેશ છે, તે કારણથી તેને કાયપણું નથી પરંતુ દ્રવ્યપણું છે જ.
[હવે આ બે ગાથાઓની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ ]
* આકાશના પ્રદેશની માફક, કોઈ પણ દ્રવ્યનો એક ૫૨માણુ વડે વ્યપાવાયોગ્ય જે અંશ તેને તે દ્રવ્યનો પ્રદેશ કહેવામાં આવે છે. દ્રવ્યે પુદ્ગલ એકપ્રદેશી હોવા છતાં પર્યાયે સ્કંધપણાની અપેક્ષાએ પુદ્ગલને બે પ્રદેશોથી માંડીને અનંત પ્રદેશો પણ સંભવે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com