________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૫
उत्तमं सुखं न ददाति यदि उत्तमः मोक्षो न भवति। ततः किं सकलमपि कालं जीव सिद्धा अपि सेवन्ते तमेव।। ७।। મોક્ષ ન દે સુખ શ્રેષ્ઠ છે, તે નહિ શ્રેષ્ઠ ગણાય;
તો જીવ, તેને સિદ્ધગણ, સેવે કેમ સદાય? ૭
મોક્ષ જો ઉત્તમ અવિનાશી પરમ સુખને ન આપે તો તે ઉત્તમ પણ ગણાય નહિ, પણ મોક્ષ ઉત્તમ સુખ આપે છે તેથી જ શ્રેષ્ઠ મનાય છે. મોક્ષમાં જો પરમાનંદ ન હોય તો હું જીવ, સિદ્ધ પરમાત્મા તેને સદાકાળ શા માટે સેવે? ત્યાં અનંત અપાર સુખ છે તેથી તેઓ મોક્ષને સેવે છે.
મોક્ષ અખંડ અને અવિનાશી આનંદ આપે છે, માટે સિદ્ધ પરમાત્માઓ તેમાં નિરંતર નિવાસ કરે છે. જો મોક્ષ ઉત્તમ ન હોત તો ત્યાં સિદ્ધાત્માઓ રહેત નહિ. કેવલજ્ઞાનાદિ અનંતગુણ સહિત સર્વ શુદ્ધાત્માઓ ત્યાં સદાકાળ રહે છે. સિદ્ધ પરમાત્માનું સુખ અપૂર્વ અને અતીન્દ્રિય છે. સિદ્ધ પરમાત્માના સુખના સંબંધમાં કહ્યું છે કે
आत्मोपादानसिद्धं स्वयमतिशयवद्वीतबाधं विशालं वृद्धिह्रासव्यपेतं विषयविरहितं निःप्रतिद्वन्द्वभावम्। अन्यद्रव्यानपेक्षं निरुपमममितं शाश्वतं सर्वकालम् ,
उत्कृष्टानन्तसारं परमसुखमतस्तस्य सिद्धस्यजातम्।।
જે આત્માની ઉપાદાન શક્તિથી સિદ્ધ છેએટલે આત્માથી જ ઉત્પન્ન થયેલ છે, પોતે અતિશયવાળું છે, બાધા રહિત છે, વિશાળ છે, હાનિ અને વૃદ્ધિથી રહિત છે, પાંચ ઇન્દ્રિયના વિષયોથી રહિત છે. નિર્ધન્દ્ર છે, અન્ય દ્રવ્યની અપેક્ષાથી રહિત અનુપમ છે, અનંત છે, અપાર છે, સર્વકાળ રહેનાર છે, ઉત્તમ છે તથા અનંત સારયુક્ત છે. એવું પરમ સુખ શ્રી સિદ્ધ પરમાત્માને હોય છે, તાત્પર્ય કે તે જ સુખ સર્વથા વાંછનીય છે, અન્ય સુખ નહિ. ૭
સર્વ મહાપુરુષોનું ધ્યેય એક મોક્ષ જ છેहरि-हर बंभु वि जिणवर वि मुणिवर-विंद वि भव्व। परम-णिरंजणि मणु धरि वि मुक्खु जि झायहिं सव्व।।८।। हरिहरब्रह्माणोऽपि जिनवरा अपि मुनिवरवृन्दान्यपि भव्याः। परमनिरंजने मनः धृत्वा मोक्षं एव ध्यायन्ति सर्वे।। ८ ।। હરિ-હર બ્રહ્મા જિનવરો, વળી મુનિવરગણ ભવ્ય; મન ધરી પરમ નિરંજને, ધ્યાવે મોક્ષ જ સર્વ. ૮
Please inform us of any errors on rajesh@AtmaDharma.com