________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૩
પરલોક છે.
નિશ્ચયથી પરમ શિવ શબ્દથી કહેવા યોગ્ય મુક્તાત્મા પરમાત્મા તે શિવ કહેવાય છે અને તેનો લોક એટલે અવલોકન અનુભવ તે શિવલોક અર્થાત્ મોક્ષ. તેવી જ રીતે પરમ બ્રહ્મ શબ્દથી કહેવા યોગ્ય મુક્તાત્મા પરમાત્મા તે જ પરમ બ્રહ્મ છે, અને તેનો લોક એટલે અવલોકન, અનુભવ તે બ્રહ્મલોક છે. પરમ વિષ્ણુ શબ્દથી કહેવા યોગ્ય મુક્તાત્મા પરમાત્મા તે જ વિષ્ણુ અને તેનો લોક તે વિષ્ણુલોક એમ પરલોક શબ્દથી મોક્ષ કહેવાય છે. બીજા કોઈ કલ્પનાજનિત શિવલોક આદિ છે નહિ.
અત્રે સારાંશ એ છે કે પરલોક શબ્દથી કહેવા યોગ્ય પરમાત્મા જ ઉપાદેય છે, ધ્યાન કરવા યોગ્ય છે, અન્ય કોઈ નહિ. ૪
મોક્ષ સુખદાયક છે એમ દષ્ટાંત આપીને દઢ કરે છે
उत्तमु सुक्खु ण देइ जइ, उत्तमु मुक्खु ण होइ। तो किं इच्छहिं बंधणहि बद्धा पसुय वि सोइ।।५।। उत्तमं सुखं न ददाति यदि उत्तमो मोक्षो न भवति। ततः किं इच्छन्ति बन्धनैः बद्धाः पशवोऽपि तमेव।। ५।। મોક્ષ ન દે સુખ શ્રેષ્ઠ જો, તે નહિ શ્રેષ્ઠ ગણાય;
તો પશુ પણ બંધાયલાં, બંધમુક્તિ કામ ચહાય? ૫
જો મોક્ષ જીવને સર્વોત્તમ સુખ આપવા સમર્થ થતો ન હોય અથવા પોતે સર્વોત્તમ ન હોય તો બંધનોથી બંધાયેલાં પશુઓ પણ તે મોક્ષ (છુટકારા)ને શા માટે ઇચ્છે છે?
બંધન સમાન કોઈ દુઃખ નથી અને મોક્ષ સમાન કોઈ સુખ નથી. મોક્ષ એટલે બંધનથી છુટકારો. બંધાયેલાં પશુઓ પણ છૂટવાને ઇચ્છે છે. એ સામાન્ય બંધનનાં અભાવથી પણ પશુઓ સુખી થાય છે, તો સર્વથા કર્મબંધનના અભાવથી જ્ઞાનીજનો પરમ સુખી થાય એમાં આશ્ચર્ય શું છે? માટે કેવલજ્ઞાનાદિ અનંત ગુણસ્વરૂપ અનંત સુખનું કારણ મોક્ષ, જે આત્માનો ધર્મ છે, સ્વભાવ છે, તે જ આદરવા યોગ્ય, આરાધવા યોગ્ય છે. તેથી જ્ઞાની પુરુષો મોક્ષને અત્યંતપણે ઇચ્છે છે. ૫
अणु जइ जगहँ वि अहिययरु गुण-गणु तासु ण होइ। तो तइलोउ वि किं धरइ णिय-सिर-उप्परि सोइ।।६।। अन्यद् यदि जगतोऽपि अधिकतरः गुणगणः तस्य न भवति। ततः त्रिलोकोऽपि किं धरति निजशिरोपरि तमेव।।६।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com