________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬s
રહે છે.
વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાન વડે આત્માને જાણતાં સર્વ શાસ્ત્રો જણાય છે. સર્વ શાસ્ત્ર તથા ક્રિયાકાંડનું ફળ શુદ્ધાત્મસ્વરૂપના ધ્યાનમાં લીન થવું તે છે. તેથી પૂર્વકાલમાં રામચંદ્ર, પાંડવ આદિ મહાપુરુષો સંસારનાં બંધનોનો ત્યાગ કરી, જિનદીક્ષા ધારણ કરી, વીતરાગની વાણીરૂપ દ્વાદશાંગનો અભ્યાસ કરી, તે અભ્યાસના ફળભૂત નિશ્ચયરત્નત્રયાત્મક એવા શુદ્ધ પરમાત્માના ધ્યાનમાં લીન રહેતા હતા. તે કારણથી વીતરાગ સ્વસંવેદન જ્ઞાન વડે પોતાના આત્માને જાણવો એ જ સાર છે. સમસ્ત દ્વાદશાંગી એક આત્મા જાણવા માટે છે. જો આત્મા જાણ્યો તો સમસ્ત દ્વાદશાંગ જામ્યું. એટલે એક આત્માને જાણતાં સર્વ જણાય છે.
(૨) નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન થયેલ પરમાનંદને અનુભવનાર જ્ઞાની પુરુષ એમ જાણે છે કે મારું સ્વરૂપ જુદું છે અને દેહરાગાદિ મારાથી જુદા, સર્વ-પર છે, એમ એક આત્માને જાણવાથી સર્વ ભેદો જણાય છે. માટે જે પોતાને જાણે તે સર્વને જાણે છે. (૩) આત્મા શ્રુતજ્ઞાનરૂપ વ્યાપ્તિજ્ઞાનથી (એટલે જ્યાં જ્યાં જ્ઞાનદર્શન છે ત્યાં ત્યાં જીવ છે અને જ્ઞાનદર્શન નથી તે અજીવ છે ) સમસ્ત લોકાલોકને જાણે છે. તે કારણથી પણ જે આત્માને જાણે છે તે સર્વને જાણે છે. (૪) આત્મજ્ઞાનરૂપ બીજજ્ઞાનના ફળરૂપે કેવલજ્ઞાન ઉત્પન્ન થવાથી તે જ્ઞાનમાં દર્પણની સમાન સમસ્ત લોકાલોક પ્રતિબિંબિત થાય છે. આ કારણથી પણ એક આત્માને જાણતાં સર્વ જણાય છે. એમ શુદ્ધ આત્માને જાણતાં સર્વ જણાય છે. એમ ચાર પ્રકારે તેની વ્યાખ્યા કરી અત્રે વિશેષાર્થ સમજાવ્યો છે માટે એ મર્મ સમજીને, બાહ્ય અને અત્યંતર પરિગ્રહને તજીને તીવ્ર પુરુષાર્થ કરીને નિરંતર એક શુદ્ધાત્મતત્વની પવિત્ર ભાવના કરવી જોઈએ. સમયસારમાં શ્રી કુંદકુંદાચાર્યે કહ્યું છે કે
जो पस्सइ अप्पाणं अबद्धपुढे अणण्णमविसेसं।
अपदेससुत्तमज्झं पस्सइ जिणसासणं सव्वं ।। જે આસન્નભવ્ય જીવ સ્વસંવેદન જ્ઞાન કરીને પોતાના આત્માને અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય અને અવિશેષરૂપે જુએ છે, તે સર્વ જૈનશાસનને જુએ છે; અર્થાત્ આત્માને યથાર્થપણે જાણવાથી સમસ્ત જૈનશાસનનો મર્મ પણ યથાર્થ જણાય છે.
હે મુમુક્ષુ! એક આત્માને જાણતાં સમસ્ત લોકાલોકને જાણીશ, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે; માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઇચ્છાથી તું નિવર્ત અને એક નિજ સ્વરૂપને વિષે દષ્ટિ દે, કે જે દષ્ટિથી સમસ્ત સૃષ્ટિ જ્ઞયપણે તારે વિષે દેખાશે. તત્ત્વસ્વરૂપ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com