________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૧
छिद्यतां भिद्यतां यातु क्षयं योगिन् इदं शरीरम्।
आत्मानं भावय निर्मलं येन प्राप्नोषि भव-तीरम्।। ७२ ।। છિન્નભિન્ન તન છો થતું, ભલે થતું ક્ષીણ સાવ;
ભાવો સહજાત્મા વિમલ, જેથી ભવ તરી જાવ. ૭૨
યોગી, આ શરીર છેદાય, ભેદાય અથવા નાશ પામી જાય તોપણ મનમાં નિર્મળ આત્મતત્ત્વની ભાવના કર, જેથી તું સંસારના કિનારાને પામીશ.
હે આત્મા, દેહના કષ્ટ પ્રસંગે તું દેહભાવનો ત્યાગ કરીને, “શ્રી સદ્દગુરુએ કહ્યો છે એવા નિગ્રંથ માર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી. દેહ સ્ત્રીપુત્રાદિ કોઈ પણ મારાં નથી. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું.” એમ આત્મભાવના ભાવ પણ રાગદ્વેષની પરિણતિને અનુસરીશ નહિ. આ પ્રમાણે આત્મભાવનામાં પ્રવર્તવાથી ભવનો અંત અને અજરઅમર શાશ્વત નિજ સહજાન્મ પદરૂપ મોક્ષને શીધ્ર પામીશ. ૭ર કર્મજન્ય ભાવ આત્માથી ભિન્ન છે એમ જાણ
कम्महँ केरा भावडा अण्णु अचेयणु दव्यु। जीव-सहावहँ भिण्णु जिय णियमिं बुज्झहि सव्वु।। ७३ ।। कर्मण सम्बंधिनः भावाः अन्यद् अचेतनं द्रव्यम्। जीवस्वभावात् भिन्नं जीव नियमेन बुध्यस्व सर्वम्।। ७३ ।। ભાવ કર્મસંબંધી તે, અન્ય અચેતન દ્રવ્ય;
જીવ સ્વભાવથી ભિન્ન, જીવ, જાણ નિશ્ચયે સર્વ. ૭૩ હે જીવ, કર્મથી કરાયેલા રાગાદિભાવ અને બીજાં અચેતન દ્રવ્ય જેવાં કે શરીરાદિ એ સર્વ નિશ્ચયનયથી જીવ સ્વભાવથી જુદાં છે એમ જાણ.
આત્મા રાગાદિ વિકારભાવ તથા અચેતન દ્રવ્યથી જુદો છે. તે આત્મા જ્ઞાનદર્શન સ્વભાવવાળો છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય તથા યોગની નિવૃત્તિરૂપ પરિણામના સમયે શુદ્ધાત્મા જ ઉપાદેય છે. ૭૩ શુદ્ધાત્માની ભાવના કર
अप्पा मेल्लिवि णाणमउ अण्णु परायउ भाउ। सो छंडेविणु जीव तुहुँ भावहि अप्प-सहाउ।।७४।। आत्मानं मुक्त्वा ज्ञानमयं अन्यः परः भावः। तं त्यक्त्वा जीव त्वं भावय आत्मस्वभावम्।। ७४।। જ્ઞાનમયી આત્મા વિના, અન્ય સકલ પર ભાવ; તેહ તજી જીવ ભાવ તું, નિજ સહજાત્મ-સ્વભાવ. ૭૪
Please inform us of any errors on rajesh@AtmaDharma.com