________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬
જીવને બહુવિધ દુઃખસુખ, ઉપજાવે જે કર્મ;
જાણે દેખે માત્ર જીવ, એ નિશ્ચયનય મર્મ. ૬૪ કર્મ જીવોને અનેક પ્રકારનાં સુખદુ:ખ ઉત્પન્ન કરે છે અને ઉપયોગસ્વરૂપી આત્મા તેઓને માત્ર જાણે તથા જુએ છે, એમ નિશ્ચયનય કહે છે.
અનાકુળતા લક્ષણવાળું પારમાર્થિક વીતરાગ એવું જે સુખ છે તેથી પ્રતિકૂળ સાંસારિક સુખદુ:ખ છે. તે જોકે અશુદ્ધ નિશ્ચયનયથી જીવજનિત કહેવાય છે તો પણ શુદ્ધ નિશ્ચયનયથી કર્મથી ઉત્પન્ન થયેલ છે. આત્મા તો વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં વસ્તુને વસ્તુસ્વરૂપે જાણે છે અને જુએ છે પણ તેમાં રાગાદિ ભાવ કરતો નથી. પારમાર્થિક સુખથી વિપરીત એવા સાંસારિક સુખદુઃખરૂપ વિકલ્પજાળ સર્વથા હેય છે એમ તાત્પર્યાર્થ છે. ૬૪
નિશ્ચયનયથી બંધ અને મોક્ષ પણ કર્યજનિત છેबंधु वि मोक्खु वि सयलु जिय जीवहँ कम्मु जणेइ। अप्पा किंपि वि कुणइ णवि णिच्छउ एउँ भणेइ।। ६५।। बन्धमपि मोक्षमपि सकलं जीव जीवानां कर्म जनयति। आत्मा किमपि करोति नैव निश्चयः एवं भणति।। ६५।। હે જીવ, જીવને બંધ કે, મોક્ષ કરે સૌ કર્મ; આત્મા કરે ન કાંઈ પણ, એ નિશ્ચયનયમ”. ૬૫
હે જીવ, સર્વ જીવોને બંધ અને મોક્ષ પણ કર્મથી ઉત્પન્ન થાય છે. આત્મા કંઈ પણ કરતો નથી એમ નિશ્ચયનય કહે છે.
સંસાર અવસ્થામાં આ જીવ અનુપચરિત અસદભૂત વ્યવહારનયથી દ્રવ્યબંધને તથા અશુદ્ધ નિશ્ચયનયથી ભાવબંધને તેમ જ બે નયની અપેક્ષાએ દ્રવ્યમોક્ષ અને ભાવમોક્ષને કરે છે. તોપણ શુદ્ધ પારિણામિક પરમ ભાવને ગ્રહણ કરનાર એવા શુદ્ધ નિશ્ચયનયથી જીવ બંધ-મોક્ષને કરતો નથી. શુદ્ધ નિશ્ચયનય વિકલ્પાતીત છે તેથી તેના વિષયમાં બંધમોક્ષની કલ્પના નથી. જે શુદ્ધ નિશ્ચયનયથી બંધ-મોક્ષ કરતો નથી તે શુદ્ધ સહજાન્મસ્વરૂપ ઉપાદેય છે. ૬૫
પ્રક્ષેપક કહે છે
सो णत्थि त्ति पएसो चउरासी-जोणि-लक्ख-मज्झम्मि। जिणवयणं ण लहंतो, जत्थ ण डुलुडुल्लिओ जीवो।।६५।१ स नास्ति इति प्रदेशः चतुरशीतियोनिलक्षमध्ये। जिनवचनं न लभमानः यत्र न भ्रमितः जीवः।। ६५ ।।१
Please inform us of any errors on rajesh@AtmaDharma.com