________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જે સત્પરુષોએ જન્મ જરા મરણનો નાશ કરવાવાળો, સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કર્યો છે, તે પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે.
તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે, એવા સર્વ સત્પરુષો તેનાં ચરણારવિંદ સદાય હૃદયને વિષે સ્થાપન રહો.
જે છ પદથી સિદ્ધ છે એવું આત્મસ્વરૂપ તે જેના વચનને અંગીકાર. કર્યે સહજમાં પ્રગટે છે, જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ નિર્ભય થાય છે, તે વચનના કહેનાર એવા સત્પરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે, કેમકે જેનો પ્રત્યુપકાર ન થઈ શકે એવો પરમાત્મભાવ તે જેણે કંઈ પણ ઈચ્છા વિના માત્ર નિષ્કારણ કરૂણાશીલતાથી આપ્યો, એમ છતાં પણ જેણે અન્ય જીવને વિષે આ મારો શિષ્ય છે, અથવા ભક્તિનો કર્યા છે, માટે મારી છે, એમ કદી જોયું નથી, એવા જે પુરુષ તેને અત્યંત ભક્તિએ ફરી ફરી નમસ્કાર હો !
-શ્રીમદ્ રાજચંદ્ર
નિવેદન
પરમાત્મપ્રકાશના ગુજરાતી ગદ્ય-પદ્યાનુવાદની બધી જ પ્રતો ઘણો વખતથી ખલાસ થઈ ગઈ હોવાથી અને તેની માગણી ચાલુ રહેલી હોવાથી આ તેની ત્રિતીયાવૃત્તિ પુનર્મુદ્રણ રૂપે મુમુક્ષુ આત્મબંધુઓના કરકમળમાં મૂકતાં આનંદ થાય છે.
સત્ સાધકોને આત્માર્થ સાધનામાં તે ઉપયોગી થાઓ!
-પ્રકાશક
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com