________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮ કોઈ પ્રકારે જડ પણ કહેવાય છે. પણ પુદ્ગલની પેઠે સર્વથા જડ નથી. ઇન્દ્રિયજ્ઞાન હોય છે અને અતીન્દ્રિયજ્ઞાન સર્વ પ્રકારે ઉપાદેય છે. પ૩ મુક્તાત્માઓ અંતિમ શરીર-પ્રમાણ છે
कारण-विरहिउ सुद्ध-जिउ वड्डइ खिरइ ण जेण। चरम-सरीर-पमाणु जिउ जिणवर बोल्लहिं तेण।। ५४।। कारणविरहितः शुद्धजीवः वर्धते क्षरति न येन। चरमशरीरप्रमाणं जीवं जिनवराः ब्रुवन्ति तेन।।५४ ।। કારણ-વિરહિત શુદ્ધ જીવ, વધે ઘટે ન જરાય;
અંતિમ દેહ-પ્રમાણ તે તેથી કહે જિનરાય. ૫૪
વધવા તથા ઓછા થવાના કારણથી રહિત એવો શુદ્ધ જીવ વધતો પણ નથી અને ઘટતોય નથી તે કારણથી શ્રી જિનવર ભગવાન જીવને ચરમ (અંતિમ) શરીર-પ્રમાણ કહે છે.
સંસાર અવસ્થામાં શરીરની હૂનિ-વૃદ્ધિનું કારણ શરીર નામકર્મ છે. તેને લીધે જીવ નાના-મોટા શરીરને ધારણ કરે છે, તે અવસ્થામાં શરીર અનુસાર આત્મપ્રદેશોનો સંકોચ-વિસ્તાર થાય છે. મુક્ત અવસ્થામાં શરીર નામકર્મનો ક્ષય થઈ જવાથી ત્યાં આત્મપ્રદેશો સંકોચ-વિસ્તાર પામતા નથી, ત્યાં આત્મા પુરુષાકારે રહે છે. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે-જ્યાં સુધી દીપકને આવરણ છે ત્યાં સુધી તે પૂર્ણ પ્રકાશતો નથી પણ આવરણ દૂર થવાથી તેનો પ્રકાશ સર્વત્ર ફેલાઈ જાય છે તેમ મુક્ત અવસ્થામાં આત્માને કોઈ પ્રકારનાં આવરણ ન હોવાથી તેના પ્રદેશો પણ લોકમાં સર્વત્ર વિસ્તાર પામવા જોઈએ. ચરમ શરીર પ્રમાણે આત્મા કેમ રહે? ગ્રંથકાર ઉત્તર આપે છે-દીપકનો પ્રકાશ કે વિસ્તાર સ્વાભાવિક છે, પરથી ઉત્પન્ન થતો નથી. પછીથી જ્યારે ભાજન આદિથી તે પ્રકાશને આવરણ કરવામાં આવે છે ત્યારે પ્રકાશ સંકોચાય છે પણ જ્યારે આવરણનો નાશ થાય છે ત્યારે તે વિસ્તારને પામે છે એટલે દીપકના આવરણનો અભાવ થવાથી પ્રકાશ સર્વત્ર ફેલાય છે. જીવ અનાદિકાલથી કર્મના આવરણમાં છે. કદી પણ સ્વાભાવિક પ્રકાશને પામ્યો નથી. શરીરાનુસાર આત્મપ્રદેશો સંકોચ-વિસ્તાર પામ્યા કરે છે, તેમાં શરીર નામકર્મ કારણ બને છે. મુક્તદશામાં આત્મપ્રદેશોનો સંકોચ-વિસ્તાર થતો નથી.
જેમ જ્યાં સુધી માટીનું ભાજન પાણીથી ભીનું રહે છે ત્યાં સુધી પાણીના સંબંધથી વધ-ઘટ થાય છે, પણ જળનો અભાવ થવાથી ભાજનમાં ઘટ–વધ થતી નથી, જેવું છે તેવું રહે છે, તે જ રીતે જ્યાં સુધી આ જીવને નામકર્મનો સંબંધ છે ત્યાં સુધી સંસાર અવસ્થામાં શરીરની હાનિ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com