________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વિભાવ પરિણામ છે. તે પરિણામોને લઈ શરીરની ઉત્પત્તિ થાય છે. પ્રાપ્ત શરીરમાં આત્મા નિવાસ કરે છે, તો પણ તેને તે સ્પર્શતો નથી તથા દેહ વડે તથા તે આત્મા સ્પર્શતોય નથી એવો જે પદાર્થ છે તેને તું પરમાત્મા જાણ. વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત થઈને તે પરમાત્માનો વિચાર કર. દેહાત્મબુદ્ધિવાળા જીવોને દેહમાં રહેલો આત્મા જણાતો નથી. એ શુદ્ધાત્મા જ દેહની મમતા તજીને આરાધવા યોગ્ય છે. ૩૪ યોગીઓને સમાધિમાં પરમાત્મા જણાય છે
जो सम-भाव-परिठियहँ जोइहँ कोइ फुरेइ। परमाणंदु जणंतु फुडु सो परमप्पु हवेइ।।३५ ।। यः समभावप्रतिष्ठितानां योगिनां कश्चित् स्फुरति। परमानन्दं जनयन् स्फुटं स परमात्मा भवति।।३५ ।। સમભાવે સ્થિત યોગીને, ફુરે અંતરે જેહુ;
પરમાનદ જગાવતો, પરમાત્મા સ્કુટ તેહ. ૩૫
સમભાવમાં સ્થિત એવા યોગીઓના અંતરાત્મામાં પરમ આનંદને ઉત્પન્ન કરતો જે કોઈ ભાવ સ્કુરાયમાન થાય છે, તે જ પ્રગટ પરમાત્મા છે.
જીવન-મરણ, લાભ-અલાભ, સુખદુઃખ ઈત્યાદિ ધંધોમાં સમપરિણતિરૂપ સમભાવમાં મગ્ન યોગીઓને ધ્યાનમાં અપૂર્વ આનંદ ઉત્પન્ન થાય છે, તે સમયે જે કોઈ શુદ્ધ આત્માનો અનુભવ પ્રગટ થાય છે, તે જ પ્રગટ પરમાત્મા છે એમ જાણો. ઈબ્દોપદેશમાં કહ્યું છે કે
“आत्मानुष्ठाननिष्ठस्य व्यवहारबहिः स्थितेः।
जायते परमानन्दः कश्चिद्योगेन योगिनः।। * બાહ્યવ્યવહારનો ત્યાગ કરીને આત્મસ્વરૂપમાં એકતાર રહેનાર યોગીને ધ્યાનથી કોઈ અપૂર્વ આનંદ ઉપજે છે, હે પ્રભાકર, ઉપરોક્ત લક્ષણવાળો પરમાત્મા છે. વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં લીન થયેલા મહાત્માઓને તે જ ઉપાદેય છે તેથી વિપરીત સર્વ હેય છે. ૩૫
* ધ્યાનમાં મગ્નતા જ્યાં, ત્યાં બાહ્યવ્યાપાર શૂન્યતા;
ધ્યાનથી યોગી આસ્વાદ, સચ્ચિદાનંદ વ્યક્તતા.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com