________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૯
જોયેલા સાંભળેલા અને અનુભવેલા એવા ભોગોની આકાંક્ષારૂપ સમસ્ત પરિણામોને ત્યાગીને સ્વશુદ્ધાત્માની અનુભૂતિ લક્ષણવાળી નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત થઈને શુદ્ધાત્માનો જ હે શિષ્ય, તું અનુભવ કર.
જેને દ્રવ્ય ભાવરૂપ પુણ્ય નથી તથા પાપ પણ નથી, રાગરૂપ હર્ષ નથી તથા દ્વેષરૂપ ખેદ નથી. તેમ જ અઢાર દોષોમાંથી એકપણ દોષ જેને નથી, તેને હૈ પ્રભાકર ભટ્ટ, તું નિરંજન જાણ અને સ્વશુદ્ધાત્મજ્ઞાન લક્ષણવાળી વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિર થઈને તેનો અનુભવ કર. આવી રીતે ત્રણ દોહરાઓમાં કહેલો નિરંજન પરમાત્મા જાણવો જોઈએ. અન્ય કલ્પનાજનિત નિરંજન કોઈ પણ છે નહિ. અહીં જે વિશુદ્ધ જ્ઞાનદર્શન અભાવવાળો નિરંજન પરમાત્મા કહેવામાં આવ્યો છે, તે જ ઉપાદેય છે. ૧૯, ૨૦, ૨૧.
પરમાત્માનું સ્વરૂપ ચાલુ
जासु ण धारणु धेउ ण वि जासु ण जंतु ण मंतु । जासु ण मंडलु मुद्द् ण वि सो मुणि हेउँ अणंतु ।। २२ ।।
यस्य न धारणा ध्येयं नापि यस्य न यन्त्रं न मन्त्रः । यस्य न मंडलं मुद्रा नापि तं मन्यस्व देवमनन्तम्।।२२।।
ધ્યેય ધા૨ણા યંત્ર કે, મંત્ર ન જેને, જાણ; મંડલ મુદ્રા પણ નહીં, દેવ અનંત પિછાણ. ૨૨
જેને કુંભક, પૂરક તથા રેચક નામવાળી ધારણા નથી, જેને મૂર્તિ આદિ કોઈ ધ્યેય (ધ્યાન કરવાયોગ્ય ) નથી, જેને અક્ષરોની રચનારૂપ સ્તંભન મોહનાદિ સંબંધી યંત્ર નથી, જેને અનેક પ્રકારના અક્ષરોના ઉચ્ચારણરૂપ મંત્ર નથી. જેને જલમંડલ, વાયુમંડલ, અગ્નિમંડલ તથા પૃથ્વીમંડલ આદિ મંડલ નથી, જેને ગારુડ મુદ્રા, જ્ઞાન મુદ્રા આદિ મુદ્રા નથી તેને અનંત જ્ઞાનાદિવાળા પરમાત્મા તું જાણ.
અદ્રિય આત્મિક સુખના આસ્વાદની વિપરીત એવા જિવા ઇંદ્રિયના વિષયોને જીતીને, નિર્મોહ શુદ્ધસ્વભાવથી વિરુદ્ધ એવા મોહભાવને તજીને, અને વીતરાગ સહજ આનંદરૂપ ૫૨મ સમરસી ભાવમય સુખરૂપી અનુભવના શત્રુ એવા નવ પ્રકારના અબ્રહ્મનો તથા નિર્વિકલ્પ સમાધિના ઘાતક મનના સંકલ્પ-વિકલ્પોનો ત્યાગ કરીને હું પ્રભાકર ભટ્ટ, તું શુદ્ધ સહજાત્માનો અનુભવ કર. કહ્યું છે કે- “ ઈંદ્રિયોમાં જીભ બળવાન છે, જ્ઞાનાવરણાદિ આઠે કર્મોમાં મોહકર્મ બળવાન છે, પાંચે મહાવ્રતોમાં બ્રહ્મચર્યવ્રત પ્રબળ છે અને ગુતિઓમાં મનોગુતિ પાળવી કઠણ છે. આ ચારે વાતો કઠણાઈથી સિદ્ધ થાય છે. ૨૨
Please inform us of any errors on rajesh@AtmaDharma.com