________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧ શ્રી પ્રભાકર ભટ્ટ પરમાત્મસ્વરૂપ પૂછે છે
चउ-गइ-दुक्खहँ तत्ताहँ जो परमप्पउ कोइ। चउ-गइ-दुक्ख-विणासयरु कहहु पसाएँ सो वि।।१०।।
चतुर्गतिदुःखैः तप्तानां यः परमात्मा कश्चित्। चतुर्गतिदुःखविनाशकरः कथय प्रसादेन तमपि।।१०।।
ચતુર્ગતિદુઃખ તમને, પરમાત્મા કો હોય; ચતુર્ગતિ દુ:ખ જે હરે, કહો કૃપા કરી સોય. ૧૦
ચાર ગતિનાં દુઃખોથી સતત થયેલા સંસારી જીવોનાં એ ચાર ગતિનાં દુ:ખોને નાશ કરનાર જે કોઈ પરમાત્મા છે તેનું જ સ્વરૂપ હે ગુરુદેવ, આપ કૃપા કરીને મને કહો.
જે ચિદાનંદ એક સ્વભાવવાળા પરમાત્મા આહાર, ભય, મૈથુન, પરિગ્રહ આદિ સંજ્ઞાઓ તથા સર્વ પ્રકારના વિભાવભાવથી રહિત છે, વીતરાગ નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન આત્મસુખથી સંતુષ્ટ આસન્નભવ્ય જીવોનાં ચાર ગતિનાં દુઃખોને જે નાશ કરાવાવાળા છે તથા જે આત્મસ્વરૂપમાં સ્થિત મુનિઓને નિર્વાણપદ આપવાવાળા છે, તે પરમાત્મા જ સર્વ પ્રકારે ધ્યાન કરવા યોગ્ય છે. તેથી તે પરમાત્માનું સ્વરૂપ આપની પાસેથી સાંભળવાને ઈચ્છું છું. આપ કૃપા કરીને તે સ્વરૂપ કહો. ૧૦.
ગ્રંથકાર શ્રી યોગીન્દુદેવ ત્રણ પ્રકારના આત્મા કહે છે
पुणु पुणु पणविवि पंच-गुरु भा चिति धरेवि। भट्टपहायर णिसुणि तुहुँ अप्पा तिविहु कहेवि।।११।। पुनः पुनः प्रणम्य पंचगुरुन् भावेन चित्ते धृत्वा। भट्टप्रभाकर निश्रृणु त्वं आत्मानं त्रिविधं कथयामि।।११।। ફરી ફરી પંચ ગુરુ નમી, ભાવે ધરી મનમાંહિ;
સુણ ત્રિવિધ આત્મા કહું, ભટ્ટ પ્રભાકર આહિ. ૧૧
ફરી ફરી પંચ પરમેષ્ઠીને નમન કરીને તથા ભાવપૂર્વક તેઓને મનમાં ધારણ કરીને હું ત્રણ પ્રકારના આત્માને કહું છું, તે હે પ્રભાકર તું નિશ્ચયપૂર્વક સાવધાન થઈ સાંભળ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com