SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૪ ગ્રંથના અંતિમ મંગળ માટે આશીર્વાદરૂપ નમસ્કાર કરે છે परम-पय-गयाणं भासओ दिव्व-काओ, मणसि मुणिवराणं मुक्खदो दिव्ब-जोओ। विसय-सुह-रयाणं दुल्लहो जो हु लोए, जयउ सिव-सरूवो केवलो को वि बोहों।। २१४ ।। परमपदगतानां भासको दिव्यकायः मनसि मुनिवराणां मोक्षदो दिव्ययोगः। विषयसुखरतानां दुर्लभो यो हि लोके; जयतु शिवस्वरूपः केवलः कोऽपि बोधः।। २१४ ।। પરમ-પદ-સ્થિતોની ભાસ્વતી દિવ્ય કાયા. મુનિવર મન શુકલ-ધ્યાન મોક્ષ પ્રદાતા; વિષય-સુખ-રતોને લોકમાં ના સુલભ્ય; શિવરૂપ જય હો તે, કેવલજ્ઞાન રમ્ય! ૨૧૪ પરમપદ એટલે આ જગતમાં સર્વોત્કૃષ્ટ એવા અરિહંત સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચ પરમેષ્ઠીરૂપ પંચ પરમપદ. તેમાં સૌથી પ્રથમ અરિહંત પદમાં વિરાજતા શ્રી સહજાન્મસ્વરૂપ જીવન્મુક્ત પરમાત્માનું હજારો સૂર્યના પ્રકાશથી અધિક દેદીપ્યમાન પરમ ઔદારિક શરીર હોય છે. (૧) તેવા પ્રકાશમાન દિવ્ય શરીરના ધારક તે સર્વજ્ઞ અરિહંત પરમાત્મા, (૨) તથા મહામુનિવરોનાં મનમાં મોક્ષને આપનાર દ્વિતીય શુકલધ્યાનરૂપ વીતરાગ નિર્વિકલ્પ સમાધિસ્વરૂપ જે દિવ્યયોગ તે દિવ્યયોગ, (૩) અને જેનો કેવલજ્ઞાન સ્વભાવ છે એવી અપૂર્વ જ્ઞાનજ્યોતિ કે જે અનંત સુખમય શિવરૂપ, કલ્યાણરૂપ છે તે કેવલજ્ઞાનરૂપ કોઈ અપૂર્વ બોધ-આ ત્રણેય કે જેની પ્રાપ્તિ વિષય-સુખમાં રક્ત જીવોને મહાદુર્લભ છે, તે આ વિશ્વમાં ત્રિકાળ જયવંત વર્તો! અર્થાત્ વિષયાસક્ત જીવોને દુર્લભ અનંતગુણનું ધામ એવું શ્રી સહજાત્મ સ્વરૂપ પરમાત્મતત્ત્વ આ જગતમાં સદાય જયવંત વર્તા! જીવન્મુક્તિના અનંત આનંદમાં વિલસતા એવા સર્વજ્ઞ વીતરાગ અરિહંત પરમાત્મા જગત્ જીવોના ઉદ્ધાર માટે નિષ્કામ કરૂણાશીલતાથી અપૂર્વ દિવ્ય દેશના-અમૃત અર્થાત્ બોધવૃષ્ટિરૂપ અમૃત-વર્ષા વરસાવતા આ આર્યભૂમિને વિભૂષિત કરતા સંસારસમુદ્રથી તરવાનો માર્ગ, તે તીર્થ, તેને કરનાર, પ્રવર્તાવનાર તે તીર્થકર ભગવાન, સનાતન સદ્ધર્મનો પ્રકાશ કરનાર ત્રિકાલ જયવંત વર્તો. તેમના બોધને શ્રવણ કરીને દેહાધ્યાસ-દેહમમત્વરૂપ દર્શનમોહને હણીને ચારિત્રમોહને હણવા માટે ઉધત થયેલા પરમ મુનિવરો શુકલધ્યાનમાં સ્થિર થઈ ક્ષપક શ્રેણીમાં આરૂઢ થઈ ચાર ઘાતિ કર્મને હણી કવલજ્ઞાન અને મોક્ષ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008277
Book TitleParmatma Prakash
Original Sutra AuthorYogindudev
AuthorRavjibhai C Desai, Gunbhadra Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, & Rajchandra
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy