________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૯
હું વંદું છું.
શુદ્ધ જ્ઞાનદર્શન સ્વભાવવાળી શુદ્ધ સહજાત્મતત્ત્વની આરાધનારૂપ વીતરાગ નિર્વિકલ્પ સમાધિને જે સાધે છે તે સાધુઓને હું નમસ્કાર કરું છું. આમ શુદ્ધ સહજ આત્મસ્વરૂપમાં રમતા અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુરૂપ પંચ સહજાત્મસ્વરૂપ પરમ ગુરુ સદા નમસ્કાર કરવા યોગ્ય તથા આરાધવા યોગ્ય છે. ૭ ઈતિ પીઠિકા. ૭
પૂર્વોક્ત પ્રકારે પ્રભાકર ભટ્ટ પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરી શ્રી યોગીન્દુદેવને વિનતિ કરે છે.
भाविं पणविवि पंच-गुरु सिरि भट्टपहायरि विण्णविउ विमलु
जोइंदु - जिणाउ । करेविणु भाउ ।।८।।
भावेन प्रणम्य पंचगुरुन् श्रीयोगीन्दुजिनः । भट्टप्रभाकरेण विज्ञापितः विमलं कृत्वा भावं ।। ८ ।।
પંચ ગુરુ ભાવે નમી ભટ્ટ પ્રભાકર એમ; શ્રી યોગીન્દુદેવને વિનવે ધી શુચિ પ્રેમ. ૮
ભાવપૂર્વક પંચપરમેષ્ઠીને નમસ્કાર કરીને પ્રભાકર ભટ્ટ પોતાનાં પરિણામોને નિર્મળ કરીને શ્રી યોગીન્દુદેવને નિજ શુદ્ધ સહજાત્મતત્ત્વને સમજવા અર્થે અતિશય ભક્તિ સહિત પ્રાર્થના કરે છે. ૮
શ્રી પ્રભાકર ભટ્ટ આત્મતત્ત્વ તથા પરમાત્માને સમજવા માટે શ્રી યોગીન્દુદેવને પોતાનો અંત૨ભાવ દર્શાવે છે
શ્રી પ્રભાકરની પ્રાર્થના
गउ संसारि वसंताहँ सामिय कालु अणंतु । पर मइँ किं पिण पत्तु सुहु दुक्खु जि पत्तु महंतु ॥ ९ ॥
गतः संसारे वसतां स्वामिन् कालः अनन्तः। परं मया किमपि न प्राप्तं सुखं दुःखमेव प्राप्तं महत् ।। ९ ।।
હે સ્વામિન, ભવમાં વચ્ચે, વીત્યો કાળ અનંત; છતાં ન સુખ મેં કંઈ લહ્યું, દુઃખ જ લહ્યું દુરંત. ૯
Please inform us of any errors on rajesh@AtmaDharma.com