________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૨૧૪
તૂટે સર્વ વિકલ્પ ત્યાં, શિવપદ પથે વસાય;
ચા૨ કર્મ ક્ષય ત્યાં થતાં, આત્મા અર્હમ્ થાય. ૧૯૫
જે મોક્ષમાર્ગમાં વસતા છતાં નિજ સ્વરૂપમાં સ્થિર રહી સર્વ રાગાદિ વિકલ્પોનો ક્ષય કરે છે, તે આત્મા જ્ઞાનાવરણાદિ ચાર ઘાતિયાં કર્મોનો નાશ થવાથી અરિહંત થાય છે, એટલે ઇન્દ્રાદિ વડે પૂજવાયોગ્ય થાય છે.
નિર્વિકલ્પ સમાધિમાં લીન થવાથી આત્માની સાથે રહેલાં એવાં જ્ઞાનાવરણાદિ ઘાતિયાં કર્મો નાશ પામે છે તેથી આત્માને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અને તે સમયે આત્મા અરિહંત, કેવલજ્ઞાની તથા જીવન્મુક્ત કહેવાય છે. પછી અઘાતિયાં કર્મોનો વિધ્વંસ કરી સિદ્ધ પરમાત્મા થાય છે. સિદ્ધ પરમાત્મા વિદેહ-મુક્ત કહેવાય છે. અરિહંત તથા સિદ્ધની આરાધના કરવાથી આત્મા પોતાના સ્વરૂપને પામે છે. ૧૯૫
केवल-णाणिं अणवरउ लोयालोउ णियमें परमाणंदमउ अप्पा हुइ केवलज्ञानेनानवरतं लोकालोकं जानन्। नियमेन परमानंदमयः आत्मा भवति अर्हन्।। १९६।। કેવલજ્ઞાને જાણતા લોકાલોક અશ્રાન્ત;
આત્મા ૫૨માનંદમય, ખરે બને અર્હત. ૧૯૬ કેવળજ્ઞાન વડે લોકાલોકને નિરંતર જાણતા પરમ આનંદરૂપ આત્મા રત્નત્રયના પ્રતાપે નિયમથી અરિહંત થાય છે.
मुणंतु । अरिहंतु ।। १९६ ।।
અરિહંત ભગવાનનું જ્ઞાન સમસ્ત પદાર્થોના સમસ્ત પર્યાયોને એકીસાથે એક સમયમાં જાણે છે તથા દર્શનથી દેખે છે. તે જ્ઞાન ઇન્દ્રિય વિનાનું છે, મતિજ્ઞાનની સમાન ક્રમપૂર્વક થતું નથી. તે કેવલી ભગવાનનું સુખ તથા જ્ઞાન અવિનાશી, અતીન્દ્રિય તથા અનંત છે. એમાં શંકા કર્તવ્ય નથી. ૧૯૬
जो जिणु केवल-णाणमउ परमाणंद-सहाउ।
सो परमप्पउ परम-परु सो जिय अप्प - सहाउ ।। ९९७ ।।
ય जिनः
केवलज्ञानमयः परमानन्दस्वभावः ।
સ: પરમાત્મા પરમપર: સ નીવ આત્મ-સ્વમાવ:।। ૭ ।।
જે જિન કેવલ જ્ઞાનમય, ૫૨માનંદ-સ્વભાવ;
.
તે ૫રમાત્મા ૫૨મ-૫૨, જીવ, સહજાત્મ-સ્વભાવ. ૧૯૭ જે આઠ કર્મરૂપી શત્રુઓને જીતવાથી જિન છે, કેવલજ્ઞાનાદિ અનંત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com