________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૧
એક શુદ્ધ આત્મા જ પરમ આરાધ્ય છે. તે શુદ્ધ આત્મામાં મગ્ન થઈ મુનિઓ શુદ્ધાત્માથી ભિન્ન એવા સમસ્ત શુભાશુભ ભાવને તજી દે છે. સમસ્ત પદ્રવ્યોની આશાથી રહિત જે પોતાનો શુદ્ધાત્મ સ્વભાવ છે, તે સ્વભાવથી વિપરીત સ્વભાવવાળી આ લોક તથા પરલોકની આશા જ્યાં સુધી મનમાં રહે છે ત્યાં સુધી જીવ દુઃખી છે એમ જાણીને એક શુદ્ધાત્મદ્રવ્યની ભાવના કરવી જોઈએ. કહ્યું છે કે
“आसापिसायगहिओ जीवो पावेइ दारुणं दुक्खं।
आसा जाहं णियत्ता ताहं णियत्ताइँ सयल दुक्खाइँ।।" આશારૂપી પિશાચ વડે ઘેરાયેલો આ જીવ મહાભયંકર દુઃખ પામે છે. જે મહાત્માઓએ સંસારની આશા તજી છે તેઓ સર્વ દુઃખથી મુક્ત થયા છે, કારણ કે આ લોકમાં આશા જ દુઃખનું મૂળ છે. ૧૯૦
હે જીવ કયા ઇચ્છત હવે હૈ ઇચ્છા દુઃખમૂળ; જબ ઈચ્છા કા નાશ તબ મિટે અનાદિ ભૂલ.
શ્રીમદ્ રાજચંદ્ર घोरु करंतु वि तव-चरणु सयल वि सत्थ मुणंतु। परम-समाहि विवज्जियउ णवि देक्खइ सिउ संतु।।१९१ ।। घोरं कुर्वन अपि तपश्चरणं सकलान्यपि शास्त्राणि जानन्। परमसमाधिबिवर्जितः नैव पश्यति शिवं शान्तम्।। १९१ ।। ઘોર તપશ્ચર્યા કરે, સૌ શાસ્ત્રોય ભણંત;
પરમ સમાધિ રહિત જો, દેખે નહિ શિવ શાંત. ૧૯૧
જે મુનિ મહા દુર્ધર તપશ્ચરણ કરવા છતાં અને સર્વ આગમોને જાણવા છતાં જો પરમ સમાધિરહિત છે તો તે શાંત શુદ્ધ સહજાત્માને જાણતો નથી, દેખી શકતો નથી.
સમસ્ત પરદ્રવ્યોની ઇચ્છાના ત્યાગને તપ કહેવામાં આવે છે. જે શુદ્ધાત્માને વિસારીને અનેક પ્રકારનાં કાયક્લેશ આદિ તપ કરે છે તથા શાસ્ત્રોનો અભ્યાસ કરે છે, પણ નિર્વિકલ્પ સમાધિ પ્રત્યે લક્ષ નથી તો તે તપ તથા તે શાસ્ત્રાભ્યાસ આદિ સાધનો મોક્ષ આપનારાં થતાં નથી. રાગ-દ્વેષરહિત શુદ્ધ આત્મસ્વરૂપ જ પરમશાંત છે. પરમ સમાધિ વિના તે સ્વરૂપની પ્રાપ્તિ થવી ઘણી દુર્લભ છે. જે જીવો એ શુદ્ધ સજાત્માને ઉપાદેય જાણી તપ તથા શાસ્ત્ર સ્વાધ્યાયને સાધન તરીકે ઉપયોગમાં લે છે તેના તપાદિ સફળ મનાય છે. કહ્યું છે કે
" आनन्दं ब्रह्मणो रूपं निजदेहे व्यवस्थितम्। ध्यानहीना न पश्यन्ति जात्यंधा इव भास्करम्।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com