SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૮ પુણ્ય સુવર્ણની બેડી સમાન તથા પાપ લોખંડની બેડી સમાન છે એમ યથાર્થપણે મેં જાણ્યું નહિ. ઉપરોક્ત આચરણ કર્યા સિવાય સંસારબંધનોનો ક્ષય કેમ થાય? અર્થાત્ થઈ શકે નહિ. અનાદિકાળથી સંસારમાં ભમતાં આ જીવને તે સંસાર પરિભ્રમણનો અંત કેમ ન આવ્યો? તો કે તેના સદુપાયો યથાર્થ જાણી આદરવામાં આવ્યા નહિ. બાહ્ય અત્યંતર પરિગ્રહનો ત્યાગ કરી, ઉપશમભાવને પામી, આત્મજ્ઞાન, આત્મદર્શન, આત્મરણતારૂપ મોક્ષમાર્ગ જાણી, આરાધી, આત્મજ્ઞાનના પ્રતાપે સર્વ શુભાશુભ કર્મને બાળીને ભસ્મ કરે તેવા તપશ્ચરણના યોગે, પરમ સમાધિ-સુખે પરિપૂર્ણ નિજ સહજ શુદ્ધ આત્મસ્વરૂપને પામી જીવ સર્વ કર્મથી મુક્ત થઈ સંસારસમુદ્રનો પાર પામી જાય છે. ૧૬૬-૧૬૭ દાન, પૂજા અને પંચપરમેષ્ઠીની વંદના આદિ પરંપરાએ મુક્તિનું કારણ જે શ્રાવક ધર્મ છે તેને કહે છે दाणु ण दिण्णउ मुणिवरहँ ण बि पुज्जिउ जिण-णाहु। पंच ण वंदिय परम-गुरु, किमु होसइ सिव-लाहु।। १६८।। दानं न दत्तं मुनिवरेभ्यः नापि पूजितः जिननाथः। पञ्ज न वन्दिताः परमगुरवः किं भविष्यति शिवलाभः ।। १६८ ।। પૂજ્યા નહિ જિનપતિ, દીધું, મુનિવરને નહિ દાન; પંચપરમ ગુરુ ના નમ્યો, કયમ પામું શિવસ્થાન? ૧૬૮ મહાત્મા મુનિઓને આહારાદિ દાન આપ્યું નહિ, શ્રી જિનેન્દ્ર વીતરાગ ભગવાનની પૂજા આદિ કરી નહિ, પંચપરમેષ્ઠીઓને વંધા નહિ તો મોક્ષની પ્રાપ્તિ કેવી રીતે થાય? અર્થાત ન જ થાય. આહાર, ઔષધ, જ્ઞાન અને અભયદાન આ ચારે દાન મેં ભક્તિપૂર્વક, સત્પાત્રોને આપ્યાં નહિ, સમ્યગ્દર્શનરૂપ રત્નત્રયના આરાધક એવા મુનિઓને ભાવભક્તિ સહિત આહારાદિ દાન આપ્યાં નહિ તથા ક્ષુધાપિપાસાદિથી પીડાતા દીનદુઃખી જીવોને કરુણાભાવથી ચારે પ્રકારનાં દાન આપ્યાં નહિ, ઇન્દ્ર, નાગેન્દ્ર, નરેન્દ્ર આદિ વડે પૂજ્ય એવા શ્રી જિનેન્દ્રની ભાવભક્તિ સહિત પૂજા કરી નહિ, સમસ્ત વિશ્વમાં પૂજ્ય એવા શ્રી અરિહંત અને સિદ્ધ તથા વીતરાગ માર્ગના પરમ આરાધક એવા શ્રી આચાર્ય ઉપાધ્યાય અને સાધુઓની મન, વચન, કાયાથી જેવી જોઈએ તેવી આરાધના નહિ કરી. તો હે જીવ, આ ધાર્મિક કાર્યો વિના તને મોક્ષલાભ કયાંથી થાય? કારણકે મોક્ષપ્રાપ્તિના આ ઉપાયો છે. ઉપાયોમાં યથાર્થપણે વર્યા સિવાય મોક્ષરૂપ કાર્યસિદ્ધિ કેમ થાય? માટે ઉપર કહેલાં સાધનોમાં આત્માએ વર્તવું Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008277
Book TitleParmatma Prakash
Original Sutra AuthorYogindudev
AuthorRavjibhai C Desai, Gunbhadra Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, & Rajchandra
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy