________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૬૩
योगिन् लोभं परित्यज लोभो न भद्रः भवति । लोभासक्तं सकलं जगद् दुःखं सहमानं पश्य ।। ९९३ । ।
યોગિન્! તજ તું લોભને, લોભ ભદ્ર નહિ માન; લોભાસક્ત જગત સકલ, દેખ સહે દુ:ખખાણ. ૧૧૩
હું યોગી, તું લોભને તજી દે. લોભ જરાય સારો નથી, કારણકે લોભમાં લીન થયેલું આખું જગત દુ:ખ સહન કરી રહ્યું છે એમ તું જો.
લોભ કષાયથી રહિત જે પરમાત્મસ્વભાવ તેથી વિપરીત પ૨વસ્તુની વાંછાથી લોભવશ જીવો ભવોભવ સંસારના દુ:ખદરિયામાં ડુબ્યા કરે છે માટે લોભને તજી દઈ શુદ્ધ સહજાત્મસ્વરૂપમય ૫રમાત્મભાવનામાં મગ્ન થઈ પરમ સંતોષરૂપ અમૃતનું તું પાન કર. ૧૧૩
तलि अहिरणि वरि घण-वडणु संडस्सय- लुंचोडु । लोहहँ लग्गिवि हुयवहहँ पिक्खु पडंतउ तोडु ।। ११४ ।।
तले अधिकरणं उपरि घनपातनं संदशकलुंचनम्। लोहं लगित्वा हुतवहस्य पश्य पतन्तं त्रोटनम्।। ११४।। લોહસંગથી અગ્નિ તો, એ૨ણ ૫૨ ટિપાય; તાણે ખેંચે ઘણ પડે, તૂટી ખંડ થઈ જાય. ૧૧૪
તપેલા લોટામાંનો અગ્નિ નીચે રહેલી એરણ ઉપર ઘણનો માર અને સાણસાથી ખેંચાવા, ટિપાવા તથા તોડાવારૂપ અનેક કષ્ટ સહન કરે છે એમ તું જો.
જેમ અગ્નિ લોઢાના સંબંધને લીધે ઘણના મારાદિ અનેક દુઃખ ભોગવે છે તેમ આ જીવ પણ લોભના કારણે ૫૨માત્મતત્ત્વને ભૂલી નકાદિ ગતિઓમાં અનેક પ્રકારનાં કષ્ટ ભોગવે છે. અજ્ઞાનીઓ લોકમાં અગ્નિને પૂજ્ય ગણે છે છતાં તે અગ્નિને પણ લોહના સંબંધને લીધે માર ખમવો પડે તો પછી અન્ય જીવોની તો શી વાત કરવી? અર્થાત્ લોભ સર્વથા ત્યાગવા યોગ્ય છે. ૧૧૪
સ્નેહ ત્યાગને કહે છે
जोइय णेहु परिच्चयहि णेहु ण भल्लउ होइ। हासत्तउ सयलु जगु दुक्खु सहंतउ जोइ ।। ११५ ।।
योगिन् स्नेहं परित्यज स्नेहो न भद्रो भवति । स्नेहासक्तं सकलं जगत् दुःखं सहमानं पश्य ।। ११५ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com