________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૪૯
છે તે મુનિઓ લોઢાના ખીલાને મેળવવા માટે દેવાલય તથા દેવને બાળે છે. જ્યારે આ જીવ ખ્યાતિ, લાભ કે પ્રતિષ્ઠાને અર્થે શુદ્ધાત્માની ભાવનાને તજી દે છે અને અજ્ઞાનભાવમાં પ્રવર્તે છે ત્યારે તેને જ્ઞાનાવરણાદિ કર્મ બંધાય છે. કેવલજ્ઞાનાવરણ કર્મ કેવલજ્ઞાનને ઢાંકે છે, કેવલ દર્શનાવરણ કેવલદર્શનને રોકે છે, વીર્યંતરાય કર્મ અનંતવીર્યને અવરોધે છે તથા મોહનીય કર્મ આત્માના અનંત સુખને આવરે છે. આ પ્રમાણે અનંત ચતુષ્ટયના અલાભમાં જીવને ૫૨મ-ઔદારિક શરીરની પ્રાપ્તિ થતી નથી, કેમકે જે તે જ ભવમાં મોક્ષે જવાના હોય તેને જ ૫૨મ-ઔદારિક દેહની પ્રાપ્તિ થાય છે. જે જીવો શુદ્ધ સહજ આત્મસ્વરૂપની ભાવના કરે છે તેઓ સંસાર સ્થિતિનો ક્ષય કરી શાશ્વત સુખરૂપ મોક્ષને પામે છે. તાત્પર્ય કે જે મુનિઓ ખીલારૂપ અસાર ઇન્દ્રિસુખ મેળવવા માટે પરમાત્માના ધ્યાનને તજે છે તેઓ મુક્તિપદને યોગ્ય શરીરરૂપી દેવસ્થાનને તથા શુદ્ધ સહજ આત્મસ્વરૂપરૂપ દેવપદને બાળી દે છે, અર્થાત્ પામતા નથી. કહ્યું છે કે
“ सग्गो तवेण सव्वो वि पावए किं तु झाणजाएण । जा पावइ सो पावइ परभवे सासयं सोक्खं ।।
''
તપ કરીને તો બધાય સ્વર્ગને પામે છે, પરંતુ ધ્યાનના યોગે જે સ્વર્ગ પામે છે તે પરભવમાં શાશ્વત સુખને પામે છે. અર્થાત્ સ્વર્ગથી આવી મનુષ્ય જન્મ પામી મોક્ષ પામે છે તેની સ્વર્ગપ્રાપ્તિ સફળ છે. જ્યારે તપના ફળથી સ્વર્ગ પામી પછી ત્યાંથી સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે, તેની સ્વર્ગપ્રાપ્તિ નિરર્થક છે. ૯૨
રચનારૂપ
अप्पर मण्णइ जो जि मुणि गरुयउ गंथहिं तत्थु ।
सो परमत्थे जिणु भणइ गवि बुज्झइ परमत्थु ।। ९३ ।।
आत्मानं मन्यते य एव मुनिः गुरुकं ग्रन्थैः तथ्यम्। स परमार्थेन जिनो भणति नैव बुध्यते परमार्थम् ।। ९३ ।।
જે મુનિ આત્માને ગણે, પરિગ્રહથી જ મહંત; પરમાર્થે પરમાર્થ તે જાણે ન જિન કહંત. ૯૩
જે મુનિ બાહ્ય પરિગ્રહથી પોતાના આત્માને મહાન માને છે, અર્થાત્
પરિગ્રહથી ગૌરવ ગણે છે તે નિશ્ચયથી યથાર્થપણે ૫૨માર્થને જાણતો નથી, એમ શ્રી જિનેશ્વર ભગવાન કહે છે.
નિર્દોષ પ૨માત્માથી વિરુદ્ધ એવા પૂર્વોક્ત પરિગ્રહોથી અથવા ગ્રન્થ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com