SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૧૨૪ यः नैव मन्यते जीवः समाने पुण्यमपि पापमपि द्वे। स चिरं दुःखं सहमान: जीव मोहेन हिण्डते लोके ।। ५५ ।। પુણ્ય-પાપ એ બેઉને, ગણે ન સમ જે કોય; સહતાં દુઃખ ચિ૨ ભવ ભમે, મોહવશે જીવ સોય. ૫૫ જે જીવો નિશ્ચયનયથી પુણ્ય અને પાપ બન્નેને સરખા ગણતા નથી, તે મોહથી મોહિત થઈ ઘણા કાળ સુધી દુઃખ સહન કરતા લોકમાં પરિભ્રમણ કરે છે. જો કે અસદ્દભૂત (અસત્ય ) વ્યવહારનયથી દ્રવ્ય પુણ્ય-પાપ પરસ્પર જુદા જુદા છે, તેમ જ અશુદ્ધ નિશ્ચયનયની ભાવ પુણ્ય-પાપ પણ પરસ્પર ભિન્ન ભિન્ન છે, તોપણ શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ પુણ્ય-પાપ એ બન્ને શુદ્ધાત્માથી ભિન્ન હોવાને લીધે આત્મસ્વભાવરૂપ નથી પણ બંધરૂપ છે, તેથી તે બન્ને પુણ્ય અને પાપ સમાન સ્વભાવના ધારક હોવાથી એક જ છે. જે જીવો અપેક્ષાપૂર્વક પુણ્ય-પાપને સમાન (બંધપણાની અપેક્ષાએ ) નથી માનતા તેઓ મોહકર્મથી ઉન્મત્ત થઈને સંસારમાં પરિભ્રમણ કરે છે. અત્રે પ્રભાકર ભટ્ટ કહે છે કે-કેટલાક મનુષ્યો પુણ્ય-પાપને સમાન માનીને સ્વચ્છંદી થઈને ફરે છે તો તેઓને આપ શા માટે દૂષણ આપો છો? ત્યારે આચાર્ય મહારાજ ઉત્તર આપે છે કે-શુદ્ધાત્માનુભૂતિ સ્વરૂપ ત્રણ ગુપ્તિથી ગુસ એવી વીતરાગ સમાધિને પામીને ધ્યાનમાં એકાગ્ર થઈ પુણ્ય-પાપને જે સમાન માને છે, તેઓનું માનવું યથાર્થ છે. પણ જે અજ્ઞાની જીવો પરમ સમાધિને પામ્યા સિવાય ગૃહસ્થાશ્રમમાં દાન, પૂજા આદિ શુભ ક્રિયાઓને છોડી દે કે મુનિપણામાં આવશ્યકાદિ ક્રિયાઓને ત્યાગી દે તો તે બેય બાજુથી ભ્રષ્ટ થાય છે; યતિ અથવા શ્રાવકપદમાં સ્થિત રહી શકતા નથી તેથી તેઓ નિંદાયોગ્ય થાય છે અને તેમને દૂષણ આપવામાં આવે છે. ૫૫ वर जिय पावइँ सुंदरइँ णाणिय ताइँ भणति । जीवहँ दुःक्खइँ जणिवि लहु सिवमइँ जाइँ कुणंति ।। ५६ ।। वरं जीव पापानि सुन्दराणि ज्ञानिनः तानि भणति । जीवानां दुःखानि जनित्वा लघु शिवमतिं यानि कुर्वन्ति ।। ५६ ।। અતિ સુંદર તે પાપ પણ, જ્ઞાની કહે જીવ એમ; દઈ દુ:ખ જીવને શીઘ્ર જે, કરે શિવદમતિ ક્ષેમ. ૫૬ હે જીવ, જે પાપનો ઉદય જીવોને દુઃખ આપીને પણ શીઘ્ર મોક્ષે જવાય એવા ઉપાયમાં મતિને પ્રેરે છે, તે પાપ પણ ઘણું સારું છે એમ જ્ઞાનીઓ કહે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008277
Book TitleParmatma Prakash
Original Sutra AuthorYogindudev
AuthorRavjibhai C Desai, Gunbhadra Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, & Rajchandra
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy