________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૫
ત્યાં તપાદિ વડે તેવી સિદ્ધિ યોગ્ય નથી. આ જીવ અનાદિકાળથી કર્મબદ્ધ છે, પોતાનાં કરેલાં શુભાશુભ કર્મને ભોગવે છે, તે કર્મક્ષયથી મોક્ષ અવસ્થા પામે
છે. જ્ઞાતા દ્રષ્ટા તથા ચરમ શરીરથી કંઈક ન્યૂન આકારવાળો, સંકોચવિસ્તારરૂપ ધર્મવાળો ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્યસ્વરૂપ તથા પોતાના ગુણોથી યુક્ત એવો આ આત્મા છે. આવી રીતે આત્માને જાણવાથી સાધ્યની સિદ્ધિ થાય છે, અન્ય રીતે નહિ, આત્મતત્ત્વનું જ્ઞાન જ યથાર્થ તત્ત્વ છે. રાગાદિ વિકારભાવ આત્માને માટે અતત્ત્વ છે, એમ ભેદ વિજ્ઞાન દ્વારા જાણી આત્મામાં જ સ્થિરતા કરવી જોઈએ. ૪૩
સમભાવીની નિંદા વડે સ્તુતિ કરે છે
बिण्णि वि दोस हवंति तसु जो समभाउ करेइ। बंधु जि णिहणइ अप्पणउ अणु जगु गहिलु करेइ।।४४।। द्वौ अपि दोषौ भवतः तस्य यः समभावं करोति। बन्धं एव निहन्ति आत्मीयं अन्यत् जगद् ग्रहिलं करोति।। ४४।। સમભાવે સ્થિતને બને, આ બે દોષ વિલોક;
આત્મબંધને જે હણે, વિકલ કરે જગલોક. ૪૪
જે સાધુ રાગદ્વેષના ત્યાગરૂપ સમભાવને ધારણ કરે છે તે તપોધન (મુનિ)ને બે દોષ થાય છે. એક તો તે પોતાના બંધનોને તોડે છે અને જગતવાસી જેવા ને ઘેલા કરે છે.
સમ શબ્દથી અત્રે અભેદનયથી રાગાદિ રહિત આત્મા કહેવાય છે. તેથી જે કોઈ સમભાવને ધારણ કરે છે. અર્થાત્ વીતરાગ ચિદાનંદ એક સ્વભાવવાળા પોતાના શુદ્ધાત્મામાં પરિણમે છે તેને બે દોષ થાય છે.
પ્રાકૃત ભાષામાં “બંધુ' શબ્દથી જ્ઞાનાવરણાદિ કર્મબંધનો બોધ થાય છે તથા ભાઈ પણ અર્થ થાય છે. તેથી બંધુની હત્યા નિંદનીય છે, આથી બંધુ-હુંત્યાનો દોષ આવ્યો તથા બીજા દોષ આ છે કે કોઈ એમનો બોધ (ઉપદેશ) સાંભળે છે તે વસ્ત્રાદિ પરિગ્રહું તજી નગ્ન-દિગંબર વેષ ધારણ કરે છે. એ વસ્ત્ર અલંકારાદિ કાઢી નાખવાને લોકો ઉન્મત્તતા ગણે છે. આ રીતે બન્ને ક્રિયાઓ લોકવ્યવહારમાં દોષરૂપ ગણાય છે. પણ તે શબ્દનો બીજો અર્થ કરવાથી આમ સ્તુતિ થાય છે. બંધુ-અર્થાત્ કર્મબંધનો નાશ જ યોગ્ય છે એ પ્રકારે સ્તુતિ થાય છે; તથા જે સમતા રાખે છે તે બાહ્ય અને અત્યંતર પરિગ્રહનો ત્યાગ કરે છે, તેમ બીજાને પણ ઉપદેશ આપી નિર્ચન્થ સાધુ માત્મા બનાવે છે. તે અજ્ઞાનીજનો નિંદા કરે છે. ત્યાગ એ દોષ નથી પણ ગુણ છે. લોકોની દષ્ટિમાં જ્ઞાનીઓ ઘેલા લાગે છે અને જ્ઞાનીઓની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com