________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૨
જ્ઞાન અને ચારિત્રનું સ્વરૂપ કહે છે
णियमें कहियउ एह मइँ ववहारेण वि दिद्वि। एवहिं णाणु चरित्तु सुणि जें पावहि परमेट्ठि।। २८ ।। नियमेन कथित एषा मया व्यवहारेणापि दृष्टिः। इदानीं ज्ञानं चारित्रं श्रृणु येन प्राप्नोषि परमेष्ठिनम्।। २८ ।। નિયમે દષ્ટિસ્વરૂપ મેં, વ્યવહારે કહ્યું આંય;
હવે જ્ઞાન ચારિત્ર સુણ, જ્યમ પરમેષ્ઠી પમાય. ૨૮
વ્યવહારનયથી મેં તને સમ્યગ્દર્શનનું સ્વરૂપ યથાર્થ રીતે કહ્યું છે, હવે તું જ્ઞાન અને ચારિત્રનું સ્વરૂપ સાંભળ કે જેથી તને સિદ્ધપદની પ્રાપ્તિ થાય.
વ્યવહાર સમ્યગ્દર્શનના વિષયભૂત દ્રવ્યોનું ચૂલિકારૂપે-( વિશેષ કથનરૂપે) વ્યાખ્યાન કરે છે.
" परिणाम जीव मुत्तं सपदेसं एय खित्त किरिया य।
णिच्चं कारण कत्ता सव्वगदं इदरम्हि य पवेसो।।" છ દ્રવ્યોમાં માત્ર જીવ અને પુદગલ સ્વભાવ અને વિભાવરૂપે પરિણમે છે, બાકીનાં ચાર દ્રવ્યો સ્વભાવમાં જ પરિણમે છે પણ વિભાવરૂપે કોઈ પણ સમયે પરિણમતો નથી તેથી અપરિણામી છે. માત્ર જીવ અને પુગલ પરિણામી છે.
શુદ્ધનિશ્ચયનયથી વિશુદ્ધજ્ઞાનદર્શન સ્વભાવવાળા શુદ્ધચૈતન્ય પ્રાણોથી જે જીવે છે તે જીવ અને વ્યવહારનયથી કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલ દ્રવ્યભાવરૂપ ચાર પ્રાણી દ્વારા જે જીવે છે, જીવશે તથા ભૂતકાળમાં પણ જીવતો હતો તે જીવ છે. અર્થાત્ બધાં દ્રવ્યોમાં એક જીવદ્રવ્ય જ જીવ છે. બાકીના પાંચ દ્રવ્યો અજીવ છે.
સ્પર્શ, રસ, ગંધ, વર્ણવાળાં હોવાથી એક પુદ્ગલદ્રવ્ય જ મૂર્તિ છે અને અવશેષ પાંચ દ્રવ્ય અમૂર્ત છે. જીવદ્રવ્ય અનુપચરિત અસદભૂત વ્યવહારનયથી મૂર્ત પણ છે. પણ શુદ્ધનિશ્ચયનયથી જીવ અમૂર્ત છે. ધર્મ, અધર્મ, આકાશ અને કાળ આ ચારે દ્રવ્યો સદાય અમૂર્ત છે. કારણ કે એમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શનો અભાવ છે.
લોકપ્રમાણ અસંખ્યાત પ્રદેશી જીવદ્રવ્ય આદિ પાંચ દ્રવ્ય અસ્તિકાય છે તેથી સપ્રદેશી અને કાલદ્રવ્યમાં ઘણા પ્રદેશ ન હોવાથી અપ્રદેશી છે, દ્રવ્યાર્થિકનયથી ધર્મ, અધર્મ અને આકાશ એક એક દ્રવ્ય છે અને જીવ પુદ્ગલ તથા કાળ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com