________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૯
જીવોને શિવહેતુ વર દર્શન, જ્ઞાન, ચરિત;
ત્રણેય તે ગણ આતમા, એ નિશ્ચયે ઉદિત. ૧૨
જીવોને મોક્ષનું ઉત્તમ કારણ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, અને સમ્યક્રચારિત્ર છે, અને તે ત્રણેય નિશ્ચયથી આત્મા છે એમ તું જાણ. આ પ્રમાણે સર્વજ્ઞ ભગવાને કહ્યું છે.
ભેદરત્નત્રયરૂપ વ્યવહાર મોક્ષમાર્ગ સાધક છે અને અભેદ રત્નત્રયાત્મક નિશ્ચય મોક્ષમાર્ગ સાધ્ય છે. નિશ્ચય અને વ્યવહાર મોક્ષમાર્ગમાં સુવર્ણ તથા સુવર્ણ–પાષાણની સમાન સાધ્ય સાધકભાવ જાણવો જોઈએ. શ્રી દ્રવ્યસંગ્રહમાં કહ્યું છે કે
सम्मइंसणणाणं चरणं मोक्खस्स कारणं जाणे।
ववहारा णिच्छयदो तत्तियमइओ णिओ अप्पा।। સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્રચારિત્ર આ ત્રણેયને વ્યવહારથી મોક્ષનું કારણ તમે જાણો અને નિશ્ચયથી તો તે ત્રણેય એક પોતાનો આત્મા જ મોક્ષનું કારણ છે. ૧૨
પોતાનો શુદ્ધાત્મા જ મોક્ષમાર્ગ છે
पेच्छइ जाणइ अणुचरइ अप्पिं अप्पउ जो जि। दंसणु णाणु चरित्तु जिउ मोक्खहँ कारणु सो जि।।१३।। पश्यति जानाति अनुचरति आत्मना आत्मानं य एव। दर्शनं ज्ञानं चारित्रं जीवः मोक्षस्य कारणं स एव।। १३।। જોવે, જાણે, અનુભવે, સ્વથી સ્વને જે તે જ; દર્શન જ્ઞાન ચરિત્ર જીવ, મોક્ષહેતુ ગણ એ જ. ૧૩
જે આત્મા આત્માને આત્મા વડે જુએ છે, જાણે છે તથા આચરણ કરે છે તે દર્શન જ્ઞાન અને ચારિત્રમાં પરિણમેલો આત્મા જ મોક્ષનું કારણ છે.
જે સમ્યગ્દષ્ટિ જીવ પોતાના આત્માને આત્મા વડે નિર્વિકલ્પરૂપે દેખે છે અથવા તત્વાર્થશ્રદ્ધાનની અપેક્ષાએ ચંચળતા, મલિનતા તથા શિથિલતા આદિ દોષો તજી એક શુદ્ધાત્મા જ સર્વ રીતે ઉપાદેય છે એવી રુચિરૂપ જે નિશ્ચય કરે છે, વીતરાગ વસંવેદન લક્ષણવાળા જ્ઞાનથી શુદ્ધાત્માને જાણે છે તથા રાગાદિ ભાવોનો ત્યાગ કરી નિજ સ્વરૂપમાં સ્થિર થાય છે; તે નિશ્ચયમાં પરિણમેલો આત્મા જ મોક્ષનો માર્ગ છે. આ કથન સાંભળી શિષ્ય કહે છે કે હે ભગવાન્ તત્ત્વાર્થશ્રદ્ધાન રુચિરૂપ સમ્યગ્દર્શન મોક્ષમાર્ગ છે, એ તો બરાબર છે, પણ જે જુએ તે દર્શન એ મને સમજાતું નથી. જો દર્શન (દષ્ટિ)ને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com