________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૮૭
રહિત તથા પંચેન્દ્રિયના ભોગોથી રહિત એકલો બેઠેલો છે તે સમયે આવીને કોઈ પૂછે કે આપ આનંદમાં છો? તો તે કહે છે કે ‘હું સુખમાં છું' ત્યાં તે સમયે તે માણસને પંચેન્દ્રિય સંબંધી ભોગોનો જરાય સંબંધ નથી, છતાં પોતાને સુખી કહે છે. તેથી એમ જણાય છે કે પંચેન્દ્રિયના વિષયોના સેવનથી સુખ નથી પણ આકુળતાના અભાવમાં સુખ છે. અર્થાત્ નિર્વ્યાકુળપણુ જ સુખનું મૂળ છે.
ઇન્દ્રિય-વિષયોના સેવનમાં આતુરતા તથા આકુળતા રહેલી છે. અનાકુળતામાં જે સુખ છે તે પણ એક પ્રકારે આત્માથી ઉત્પન્ન થયેલું છે. એક દેશે-અંશે વિષયોનો ત્યાગ કરનારાઓને એકદેશ આત્મોત્થ સુખ પ્રાપ્ત થાય છે તો સંપૂર્ણપણે સંસારના ભોગોનો ત્યાગ કરનારા તથા વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાનમાં રક્ત રહેનાર જ્ઞાનીઓને સંપૂર્ણ આત્મોત્થ અતીન્દ્રિય સુખ થાય જ એમ માનવું સ્વાભાવિક છે.
પાંચ ઇન્દ્રિયના વિષયો સુખનાં કારણ નથી પણ આકુળતા ઉત્પન્ન કરનાર હોવાથી અધિકપણે દુ:ખનાં કારણ છે, જે માણસ નીરોગ અને ચિંતા રહિત છે તેને વિષય સામગ્રી વિના પણ સુખ ભાસે છે. જે મહામુનિઓ શુદ્ધોપયોગરૂપ ધ્યાનમાં લીન છે તેઓને નિર્વ્યાકુળતા પ્રગટપણે દેખાય છે. તેઓ ઇન્દ્રાદિ દેવો કરતાં પણ અધિક સુખી છે. માટે સંસાર અવસ્થામાં પણ સુખનું કારણ અનાકુળતા છે. સિદ્ધ પરમાત્મામાં અનાકુળપણું સંપૂર્ણપણે પ્રગટ છે તેથી તેઓ મહાસુખી છે. જોકે તે સિદ્ધ ૫રમાત્મા દષ્ટિગોચર નથી, તોપણ અનુમાનથી જણાય છે કે સિદ્ધોમાં ભાવકર્મ, દ્રવ્યકર્મ તથા નોકર્મ નથી, વિષયોની પ્રવૃત્તિ નથી, કોઈ વિકલ્પ નથી; માત્ર અતીન્દ્રિય સુખ છે, તે જ ઉપાદેય છે. અન્ય સુખ દુઃખરૂપ જ છે. ચારે ગતિમાં જરાય સુખ નથી. આત્મિક સુખ તો સિદ્ધ ભગવાનને છે તથા મહામુનિઓમાં તેનો અંશ દેખાય છે. બાકી અન્ય જગત વાસનાઓમાં સુખ નથી.
શ્રી પ્રવચનસારમાં કહ્યું છે કે
अइसयमादसमुत्थं विसयातीदं अणोवममणंतं। अव्युच्छिण्णं च सुहं सुद्धुवओगप्पसिद्धाणं।।
શુદ્ધોપયોગમાં રહેનારા મહાત્માઓનું સુખ અતિશયવાળું છે, આત્મજનિત છે, વિષય-વાસનાથી રહિત છે, અનુપમ છે, અનંત છે તથા અવિનાશી છે. ૯
મોક્ષનું સ્વરૂપ કહે છે
जीवहँ सो पर मोक्खु मुणि जो परमप्पय-लाहु । कम्म-कलंक - विमुक्काहँ णाणिय बोल्लहिं साहु ।। १० ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com