________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
તેમાં શરૂઆતથી છેવટસુધી શ્રી હીરાલાલ કાલા અને શ્રી હસમુખભાઈ ગાંધીની ભાવનાઓનો સહ્યોગ પ્રાપ્ત થયો છે અને આ કાર્યને મૂર્ત સ્વરૂપ મળેલ છે.
આભાર:
તે ઉપરાંત વિદ્વાન પં. શ્રી હિંમતલાલ જે. શાહે ચૂંટાયેલા વચનોનું અવલોકન કરીને, અનેકવિધ પ્રકારે માર્ગદર્શન, સલાહ-સૂચનો આપી, શક્ય તેટલી ક્ષતિઓ નિવારી, ગ્રંથના સુંદર પ્રકાશનમાં અમૂલ્ય ફાળો આપ્યો છે, તે બદલ તેમનો આભારી છું.
આ ગ્રંથની વિષય-સૂચિ અને શુદ્ધિ-પત્રક વગેરે તૈયાર કરવામાં શ્રી અરવિંદભાઈ ગાંધી અને સરોજબહેન ગાંધીએ ઘણો પરિશ્રમ લીધો છે, તે બદલ તેમનો તેમ જ સુમતિ પ્રિન્ટિંગ પ્રેસમાં ત્વરિતગતિએ સુંદર મુદ્રણ કરી આપ્યું તે બદલ તેમનો આભાર માનું છું.
આ ગ્રંથની કિંમત ઘટાડવા માટે જે જે દાતાઓની રકમો આવી છે તેમનો આભાર માનવામાં આવે છે.
અંતમાં પૂ. ગુરુદેવના વચનામૃતના પાન દ્વારા ભવ્યજીવો આત્મકલ્યાણ કરે તેવી ભાવના ભાવું છું.
- સંપાદક
ફાગણ વદ-૧, વિ. સં. ૨૦૩૮, ભાવનગર.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com