________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
| [ ૨૭૩ જ છે. પણ છદ્મસ્થનો ઉપયોગ નીચેની દશામાં આત્મસ્વરૂપમાં લાંબો કાળ લાગતો નથી. માટે જ્ઞાનની વિશેષ નિર્મળતા માટે શાસ્ત્રાભ્યાસમાં બુદ્ધિ જોડવી યોગ્ય છે. નિશ્ચયાભાસી તો તેનો સર્વથા નિષેધ કરે છે, પણ અરે ભાઈ ! તને બીજા રાગ તો આવે છે! તો શાસ્ત્રાભ્યાસ વગેરેમાં પણ ઉપયોગ જોડવો તે યોગ્ય છે. તેમાં જે રાગ છે તે દોષ છે, પણ તીવ્ર ઉપયોગ જોડવો તે યોગ્ય છે. તેમાં જે રાગ છે તે દોષ છે, પણ તીવ્ર રાગની અપેક્ષાએ શાસ્ત્રાભ્યાસમાં જોડાવું યોગ્ય છે. સમ્યગ્દર્શન થયું ત્યાં કાંઈ તદ્દન વીતરાગતા થઈ જતી નથી. સમ્યગ્દર્શન પછી પણ રાગ તો આવે છે, જો નિર્વિકલ્પ આનંદમાં જ્ઞાનપર્યાય એકાગ્ર થઈ જાય તો તે બરાબર છે, પણ જ્યારે નિર્વિકલ્પ આનંદમાં ન રહેવાય ત્યારે સ્વાધ્યાય, પૂજા, દેવ-ગુરુની ભક્તિ વગેરે પ્રશસ્ત કાર્યો છોડીને વિકથા વગેરે નિંદનીક કામમાં જોડાય તો મહા અનર્થ થાય. ૯૮૩.
ધારણા કરીને જો અનુભવમાં ન ઉતરે તો (બહુધા) તે ધારણાનું અભિમાન થયા વિના રહે નહિ. ૯૮૪.
કોઈ જ્ઞાનીને ધારણા ભલે ઓછી હોય પણ પ્રયોજનભૂત જ્ઞાન તો બરાબર હોય છે. એટલે વિરોધતા ન આવે. વિશેષ સ્પષ્ટીકરણ કદાચ ન કરી શકે. પણ સ્વભાવની અપેક્ષા અને પરની ઉપેક્ષા જ્ઞાનીને હોવાથી સમયે સમયે જ્ઞાનની વિશેષ નિર્મળતા થતી જાય છે, તે સામાન્ય કરતાં વિશેષ બળવાન છે એમ સમજવું. ૯૮૫.
આત્માના આશ્રયે જે જ્ઞાન પ્રગટ થયું તેના વડે નિર્ણય થાય છે. ખરેખર શાસ્ત્રના અભ્યાસથી જ્ઞાન નિર્મળ થાય છે એમ નથી પણ આત્માના યથાર્થ સ્વરૂપને અજ્ઞાની જાણતો નથી. અને (તોપણ)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com