________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૬
સમયસાર નાટક
અર્થ - ગણધર* સ્વામી જેવું દઢ શ્રદ્ધાન ઉત્પન્ન કરીને, અનાદિકાળથી લાગેલ અંતરંગનું મિથ્યાત્વ નષ્ટ કર્યું અને ભેદજ્ઞાનની દૃષ્ટિથી જ્ઞાનની શક્તિ સિદ્ધ કરીને જીવ-અજીવનો નિર્ણય કર્યો, પછી અનુભવનો અભ્યાસ કરીને કર્મોનો નાશ કર્યો તથા હૃદયમાં હર્ષિત થઈને પોતાની ઉત્કૃષ્ટતા સંભાળી, જેથી અંતરાયકર્મ નાશ પામ્યું અને શુદ્ધ આત્માનો પ્રકાશ અર્થાત્ પૂર્ણજ્ઞાનનો આનંદ પ્રગટ થયો. તેને મારા નમસ્કાર છે. ૨.
શ્રીગુરુની પારમાર્થિક શિક્ષા(સવૈયા એકત્રીસા) भैया जगवासी तू उदासी व्हैक जगतसौं,
एक छ महीना उपदेश मेरौ मानु रे। और संकलप विकलपके विकार तजि ,
बैठिकै एकंत मन एक ठौरु आनु रे। तेरौ घट सर तामै तूही है कमल ताकौ,
तूही मधुकर व्है सुवास पहिचानु रे। प्रापति न व्हैहै कछु ऐसौ तू विचारतु है,
सही व्हैहै प्रापति सरूप यौंही जानु रे।।३।। શબ્દાર્થ:- જગવાસી=સંસારી. ઉદાસી વિરક્ત. ઉપદેશ=શિખામણ. સંકલપવિકલપ (સંકલ્પ-વિકલ્પ) રાગ-દ્વેષ. વિકાર=વિભાવ પરિણતિ. તજિ છોડીને. એકંત (એકાન્ત)=એકલો, જ્યાં કોઈ અવાજ, ઉપદ્રવ વગેરે ન હોય ત્યાં. ઠૌરુષસ્થાન. ઘટહૃદય. સર તળાવ. મધુકર=ભમરો. સુવાસપોતાની સુગંધ. પ્રાપતિ (પ્રાતિ ) મિલન. લૈહૈ થશે. સહી–ખરેખર. યહી=એવું જ.
અર્થ - હે ભાઈ, સંસારી જીવ, તું સંસારથી વિરક્ત થઈને એક છે
* આત્માનુશાસનમાં આજ્ઞા આદિ દસ પ્રકારનાં સમ્યકત્વોમાંથી ગણધરસ્વામીને અવગાઠ સમ્યત્વ કહ્યું છે.
विरम किमपरेणाकार्यकोलाहलेन
स्वयमपि निभृतः सन् पश्य षण्मासमेकम्। हृदयसरसि पुंसः पुद्गलाभिन्नधाम्नो
ननु किमनुपलब्धिर्भाति किं चोपलब्धिः।।२।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com