SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ચતુર્દશ ગુણસ્થાનાધિકાર ૪૦૭ છે અને સંવર-વિધિનો વ્યવહાર મોક્ષમાર્ગની પરિણતિ છે. ૧૧૩. આસ્રવ બંધનો ઉત્પાદક છે અને સંવર જ્ઞાનનું રૂપ છે, મોક્ષ પદને આપનાર છે. જે સંવરથી આસ્રવનો અભાવ થાય છે તેને નમસ્કાર કરું છું ૧૧૪. ગ્રંથના અંતમાં સંવરસ્વરૂપ જ્ઞાનને નમસ્કાર जगतके प्रानी जीति है रह्यौ गुमानी ऐसौ, आस्रव असुर दुखदानी महाभीम है। ताकौ परताप खंडिवैकौं प्रगट भयौ, धर्मकौं धरैया कर्म-रोगको हकीम है।। जाकै परभाव आगै भार्ग परभाव सब, नागर नवल सुखसागरकी सीम है। संवरको रूप धरै साधै सिवराह ऐसौ, ग्यान पातसाह ताकौं मेरी तसलीम है।। ११५ ।। શબ્દાર્થ - ગુમાની = અભિમાની. અસુર રાક્ષસ. મહાભીમ = અત્યંત ભયાનક. પરતાપ ( પ્રતા૫) = તેજ. ખંડિવૈકી = નષ્ટ કરવા માટે. હકીમ = વૈદ્ય. પરભાવ (પ્રભાવ ) = પરાક્રમ. પરભાવ = પુગલજનિત વિકાર. નાગર = ચતુર. નવલ = નવીનસીમ = મર્યાદા. પાતશાહ બાદશાહ. તસલીમ = વંદન. અર્થ:- આસ્રવરૂપ રાક્ષસ જગતના જીવોને પોતાને વશ કરીને અભિમાની થઈ રહ્યો છે, જે અત્યંત દુ:ખદાયક અને મહા ભયંકર છે, તેનો વૈભવ નષ્ટ કરવાને જે ઉત્પન્ન થયો છે, જે ધર્મનો ધારક છે, કર્મરૂપ રોગ માટે જે વૈદસમાન છે, જેના પ્રભાવ આગળ પારદ્રવ્યજનિત રાગ-દ્વેષ આદિ વિભાવ દૂર ભાગે છે, જે અત્યંત પ્રવીણ અને અનાદિકાળથી પ્રાપ્ત કર્યું નહોતું તેથી નવીન છે, જે સુખના સમુદ્રની સીમાને પ્રાપ્ત થયું છે, જેણે સંવરનું રૂપ ધારણ કર્યું છે, જે મોક્ષમાર્ગનો સાધક છે, એવા જ્ઞાનરૂપ બાદશાહને મારા પ્રણામ છે. ૧૧૫. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008269
Book TitleNatak Samaysara
Original Sutra AuthorN/A
AuthorBanarasidas
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages471
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy