________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચતુર્દશ ગુણસ્થાનાધિકાર
૩૮૯ શબ્દાર્થ:- તિથલ વાસ = સ્ત્રીઓના સમુદાયમાં રહેવું. નિરખન = દેખવું. પરીખ (પરોક્ષ ) = અપ્રત્યક્ષ. ગુરુ આહાર = ગરિષ્ટ ભોજન. સુચિ = પવિત્ર. પરજંક = પલંગ. મનમથ = કામ. ઉદર = પેટ.
અર્થ- સ્ત્રીઓના સમાગમમાં રહેવું, સ્ત્રીઓને રાગ ભરેલી દષ્ટિએ જોવી, સ્ત્રીઓ સાથે પરોક્ષપણે રાગસહિત વાતચીત કરવી, પૂર્વકાળમાં ભોગવેલા ભોગવિલાસોનું સ્મરણ કરવું, આનંદદાયક ગરિષ્ટ ભોજન કરવું, સ્નાન, મંજન આદિ દ્વારા શરીરને જરૂર કરતાં વધારે શણગારવું, સ્ત્રીઓના પલંગ, આસન ઉપર સૂવું કે બેસવું. કામકથા અથવા કામોત્પાદક કથા, ગીતો સાંભળવાં, ભૂખ કરતાં વધારે અથવા ખૂબ પેટ ભરીને ભોજન કરવું, એના ત્યાગને જૈનમતમાં બ્રહ્મચર્યની નવા વાડ કહી છે. ૬૭.
આઠમી પ્રતિમાનું સ્વરૂપ (દોહરા) जो विवेक विधि आदरै करै न पापारंभ।
सो अष्टम प्रतिमा धनी, कुगति विजै रनथंभ।। ६८।। અર્થ- જે વિવેકપૂર્વક ધર્મમાં સાવધાન રહે છે અને સેવા, કૃષિ, વેપાર આદિનો પાપારંભ કરતો નથી, તે કુગતિના રણથંભને જીતનાર આઠમી પ્રતિમાનો સ્વામી છે. ૬૮.
નવમી પ્રતિમાનું સ્વરૂપ ( ચોપાઈ ) जो दसधा परिग्रहको त्यागी।
__सुख संतोष सहित वैरागी।। समरस संचित किंचित ग्राही।
सो श्रावक नौ प्रतिमा वाही।।६९।। અર્થ:- જે વૈરાગ્ય અને સંતોષનો આનંદ પ્રાપ્ત કરે છે તથા દસ પ્રકારના પરિગ્રહોમાંથી થોડાક વસ્ત્ર અને પાત્ર માત્ર રાખે છે, તે સામ્યભાવનો ધારક નવમી પ્રતિમાનો સ્વામી છે. ૬૯.
૧. પડદા વગેરેની ઓથમાં રહીને, અથવા પત્ર વડે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com