SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ચતુર્દશ ગુણસ્થાનાધિકાર શબ્દાર્થ:- સુરત ભાન, પંચ જરાપણ. ગહલ = અચેતનપણું. અર્થ:- જેને શારીરિક કષ્ટના ઉદ્વેગથી જરાપણ ભાન (રહ્યું) નથી અને સદૈવ તત્ત્વજ્ઞાનથી અજાણ રહે છે, તે જીવ અજ્ઞાની છે, પશુ સમાન છે. ૧૫. મિથ્યાત્વના બે ભેદ (દોહરા ) पंच भेद मिथ्यातके, कहै जिनागम जोइ । सादि अनादि सरूप अब, कहूं अवस्था दोइ ।। १६ ।। = = અર્થ:- જૈનશાસ્ત્રોમાં જે પાંચ પ્રકારના મિથ્યાત્વનું વર્ણન કર્યું છે તેના સાદિ અને અનાદિ બન્નેનું સ્વરૂપ કહું છું. ૧૬. સાદિ મિથ્યાત્વનું સ્વરૂપ (દોહરા ) जो मिथ्या दल उपसमै, ग्रंथि भेदि बुध होइ । फिर आवै मिथ्यातमैं, सादि मिथ्याती सोइ ।। १७ ।। ૩૭૧ અર્થ:- જે જીવ દર્શનમોહનીયના દળને અર્થાત્ મિથ્યાત્વ, સમ્યક્-મિથ્યાત્વ અને સમ્યક્–પ્રકૃતિને ઉપશમ કરીને મિથ્યાત્વ ગુણસ્થાનથી ચઢીને સમ્યક્ત્વનો સ્વાદ લે છે અને પછી મિથ્યાત્વમાં પડે છે તે સાદિ મિથ્યાત્વી છે. ૧૭. અનાદિ મિથ્યાત્વનું સ્વરૂપ (દોહરા ) जिनि ग्रंथी भेदी नहीं, ममता मगन सदीव । सो अनादि मिथ्यामती, विकल बहिर्मुख जीव ।। १८ ।। શબ્દાર્થ:- વિકલ = મૂર્ખ. બહિર્મુખ = પર્યાયબુદ્ધિ. અર્થ:- જેણે મિથ્યાત્વનો કદી અનુદય નથી કર્યો, જે સદા શરીરાદિમાં અહંબુદ્ધિ રાખતો આવ્યો છે તે મૂર્ખ આત્મજ્ઞાનથી શૂન્ય અનાદિ-મિથ્યાત્વી છે. ૧૮. સાસાદન ગુણસ્થાનનું વર્ણન ક૨વાની પ્રતિજ્ઞા (દોહરા ) कह्यौ प्रथम गुनथान यह, मिथ्यामत अभिधान છું 'અલપ વર્નન અવૈ, સાસાવન ગુનથાન।। ।। ૧. ‘અલપરૂપ અબ બરનવૌ' એવો પણ પાઠ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008269
Book TitleNatak Samaysara
Original Sutra AuthorN/A
AuthorBanarasidas
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages471
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy