________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬૮
સમયસાર નાટક અર્થ - આમ વિચારીને પંડિત બનારસીદાસજી મોક્ષમાર્ગને શોધવામાં કારણભૂત ગુણસ્થાનોનું સંક્ષેપમાં વર્ણન કરે છે. ૬. જીવપદાર્થ નિશ્ચયનયથી એકરૂપ છે અને વ્યવહારનયથી ગુણસ્થાનોના ભેદથી ચૌદ પ્રકારનો છે. જેવી રીતે શ્વેત વસ્ત્ર રંગોના સંયોગથી અનેક રંગનું થઈ જાય છે, તેવી જ રીતે મોટું અને યોગના સંયોગથી સંસારી જીવોમાં ચૌદ અવસ્થાઓ પ્રાપ્ત થાય છે. ૭.
ચૌદ ગુણસ્થાનોનાં નામ (સવૈયા એકત્રીસા) प्रथम मिथ्यात दूजौ सासादान तीजौ मिश्र,
चतुर्थ अव्रत पंचमौ विरत रंच है। छठौ परमत्त नाम सातमो अपरमत्त,
आठमो अपूरवकरन सुख संच है।। नौमौ अनिवृत्तिभाव दशमो सूच्छम लोभ ,
एकादशमो सु उपसांत मोह बंच है। द्वादशमो खीनमोह तेरहो सजोगी जिन,
चौदहो अजोगी जाकी थिति अंक पंच है।।८।। શબ્દાર્થ - પંચ = જરા પણ. સુખ સંચ = આનંદનો સંગ્રહ, વંચ (વંચકતા) = ઠગાઈ–દગો. થિતિ = સ્થિતિ. અંક પંચ = પાંચ અક્ષર.
અર્થ - પહેલું મિથ્યાત્વ, બીજાં સાસાદન, ત્રીજો મિશ્ર, ચોથું અવ્રતસમ્યગ્દષ્ટિ, પાંચમું દેશવ્રત, છઠું પ્રમત્તમુનિ, સાતમું અપ્રમત્તમુનિ, આઠમું અપૂર્વકરણ, નવમું અનિવૃત્તિકરણ, દશમું સૂક્ષ્મલોભ, અગિયારમું ઉપશાંતમોહ, બારમું ક્ષીણમોહ, તેરમું સયોગી જિન અને ચૌદમું અયોગી જિન જેની સ્થિતિ અ, ઇ, 6, 8, લુ-આ પાંચ અક્ષરોના ઉચ્ચારણના સમય જેટલી છે. ૮.
- મિથ્યાત્વ ગુણસ્થાનનું વર્ણન (દોહરો) बरनै सब गुनथानके, नाम चतुर्दस सार। अब बरनौं मिथ्यातके, भेद पंच परकार।।९।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com