SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર નાટક कबहू आरती व्है कै प्रभु सनमुख आवै, कबहू सुभारती व्है बाहरि बगति है। धरै दसा जैसी तब करै रीति तैसी ऐसी, हिरदै हमारे भगवंतकी भगति है।।१४।। શબ્દાર્થ:- સુભારતી = સુંદર વાણી. લાલસા= અભિલાષા. લોચન=નેત્ર. અર્થ:- અમારા હૃદયમાં ભગવાનની એવી ભક્તિ છે કે કોઈ વાર તો સુબુદ્ધિરૂપ થઈને કુબુદ્ધિને દૂર કરે છે, કોઈ વાર નિર્મળ જ્યોત થઈને હૃદયમાં પ્રકાશ આપે છે, કોઈ વાર દયાળુ થઈને ચિત્તને દયાળુ બનાવે છે, કોઈ વાર અનુભવની પિપાસારૂપ થઈને આંખો સ્થિર કરે છે, કોઈ વાર આરતીરૂપ થઈને પ્રભુની સન્મુખ આવે છે, કોઈ વાર સુંદર વચનોથી સ્તોત્ર બોલે છે, જ્યારે જેવી અવસ્થા થાય છે ત્યારે તેવી ક્રિયા કરે છે. ૧૪. હવે નાટક સમયસારના મહિમાનું વર્ણન કરે છે. (સવૈયા એકત્રીસા) मोख चलिवेकौ सौन करमकौ करै बौन, जाके रस-भौन बुध लौन ज्यौं घुलत है। गुनको गरन्थ निरगुनकौ सुगम पंथ, जाकौ जसु कहत सुरेश अकुलत है।। याहीकै जु पच्छी ते उड़त ग्यानगगनमैं , याहीके विपच्छी जगजालमै रुलत है। हाटकसौ विमल विराटकसौ विसतार, नाटक सुनत हिये फाटक खुलत है।।१५।। શબ્દાર્થ:- સૌન= સીડી. બૌન=વમન. હાટક સુવર્ણ. ભૌન (ભવન) = જળ. અર્થ- આ નાટક મોક્ષમાં જવાને માટે સીડી સ્વરૂપ છે, કર્મરૂપી વિકારનું વમન કરે છે, એના રસરૂપ જળમાં વિદ્વાનો મીઠાની જેમ ઓગળી જાય છે, એ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008269
Book TitleNatak Samaysara
Original Sutra AuthorN/A
AuthorBanarasidas
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages471
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy