________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩પ૬
સમયસાર નાટક આત્મા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી અખંડિત છે (સવૈયા એકત્રીસા) जैसैं एक पाकौ आंबफल ताके चार अंस,
रस जाली गुठली छीलक जब मानिये। यौंतौ न बनै पै ऐसे बनै जैसै वहै फल,
रूप रस गंध फास अखंड प्रमानियै।। तैसै एक जीवकौ दरव खेत काल भाव,
अंस भेद करि भिन्न भिन्न न बखानियै। दर्वरूप खेतरूप कालरूप भावरूप,
चारौंरूप अलख अखंड सत्ता मानियै।। ४४ ।। શબ્દાર્થ:- આંબફળ = કેરી. ફાસ = સ્પર્શ. અખંડ = અભિન્ન. અલખ =
આત્મા.
અર્થ - કોઈ એમ સમજે કે જેવી રીતે પાકા આમ્રફળમાં રસ, જાળી, ગોટલી અને છાલ એવી રીતે ચાર અંશ છે, તેવી જ રીતે પદાર્થમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એ ચાર અંશ છે એમ નથી. આ રીતે છે કે જેવી રીતે આમ્રફળ છે અને તેના સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, તેનાથી અભિન્ન છે, તેવી જ રીતે જીવપદાર્થના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ તેનાથી અભિન્ન છે અને આત્મસત્તા પોતાના સ્વચતુષ્ટયથી સદા અખંડિત છે.
ભાવાર્થ:- જો કોઈ ઇચ્છે કે અગ્નિથી ઉષ્ણતા ભિન્ન કરવામાં આવે, અર્થાત્ કોઈ તો અગ્નિ પોતાની પાસે રાખે અને બીજાની પાસે ઉષ્ણતા સોંપે તો તેમ બની શકતું નથી, તેવી જ રીતે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને પદાર્થથી અભિન્ન જાણવા જોઈએ. ૪૪.
જ્ઞાન અને શયનું સ્વરૂપ (સવૈયા એકત્રીસા) कोऊ ग्यानवान कहै ग्यान तौ हमारो रूप,
ज्ञेय षट दर्व सो हमारौ रूप नाहीं है।
न द्रव्येण खण्डयामि, न क्षेत्रेण खण्डयामि न कालेन खण्डयामि, न भावेन खण्डयामि; सुविशुद्ध થવો જ્ઞાનમાત્રમાવોમા -આ સંસ્કૃત અંશ મુદ્રિત બન્ને પ્રતિઓમાં નથી, પણ ઈડરની પ્રતિમાં છે.
योऽयं भावो ज्ञानमात्रोऽहमस्मि ज्ञेयो ज्ञेयज्ञानमात्रः स नैव। ज्ञेयो ज्ञेयज्ञानकल्लोलवल्गन ज्ञानज्ञेयज्ञातमद्वस्तुमात्रः।।८।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com