________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
उ४८
સાધ્ય-સાધક દ્વાર
ચૌદ રત્નોમાં કયું છે અને કયું ઉપાદેય છે (દોહરો) किये अवस्थामैं प्रगट, चौदह रतन रसाल। कछु त्यागै कछु संग्रहै, विधिनिषेधकी चाल।। ३२।। रमा संख विष धनु सुरा, वैद्य धेनु हय हेय। मनि रंभा गज कलपतरु, सुधा सोम आदेय।।३३।। इह विधि जो परभाव विष, वमै रमै निजरूप।
सो साधक सिवपंथकौ, चिद वेदक चिद्रूप।।३४।। શબ્દાર્થ- સંગ્રહૈ = ગ્રહણ કરે. વિધિ = ગ્રહણ કરવું. નિષેધ = છોડવું. રમા = લક્ષ્મી. ધનુ = ધનુષ્ય. સુરા = શરાબ. ધેનુ = ગાય. ય = ઘોડો. રંભા = અપ્સરા. સોમ = ચંદ્રમા. આદેય = ગ્રહણ કરવા યોગ્ય. વર્મ = છોડ.
અર્થ - સાધકદશામાં જે ચૌદ રત્નો પ્રગટ કર્યા તેમાંથી જ્ઞાની જીવ વિધિનિષેધની રીત પર કેટલાકનો ત્યાગ કરે છે અને કેટલાકનું ગ્રહણ કરે છે. ૩ર. અર્થાત્ સુબુદ્ધિરૂપ લક્ષ્મી, સત્યવચનરૂપ શંખ, ઉદયરૂપ વિષ, ધ્યાનરૂપ ધનુષ્ય, પ્રેમરૂપ મદિરા, વિવેકરૂપ ધવંતરિ, નિર્જરારૂપ કામધેનુ અને મનરૂપ ઘોડો–આ આઠ અસ્થિર છે તેથી ત્યાગવા યોગ્ય છે, તથા અનુભૂતિરૂપ મણિ, પ્રતીતિરૂપ રંભા, ઉધમરૂપ હાથી, વૈરાગ્યરૂપ કલ્પવૃક્ષ, આનંદરૂપ અમૃત, શુદ્ધભાવરૂપ ચંદ્રમા-આ છે રત્ન ઉપાદેય છે. ૩૩. આ રીતે જે પરભાવરૂપ વિષવિકારનો ત્યાગ કરીને નિજસ્વરૂપમાં મગ્ન થાય છે તે નિજ-સ્વરૂપનો ભોક્તા ચૈતન્ય આત્મા મોક્ષમાર્ગનો 'સાધક છે. ૩૪.
૧. સાધક દશા. ૨. સત્ય વચન પણ હેય છે, જૈનમતમાં તો મૌનની જ પ્રશંસા છે. ૩. સાત ભાવ-વ્યસન અને ચૌદ રત્નોની કવિતા પં. બનારસીદાસજીએ સ્વતંત્ર રચી છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com