________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩૬
સમયસાર નાટક = ન ભારે ન હલકું. ઉતપતિ = નવી પર્યાયનું પ્રગટ થવું. નાસ = પૂર્વ પર્યાયોનો અભાવ. અવિચલ = ધ્રૌવ્ય.
અર્થ:- આ જીવ પદાર્થ અસ્તિત્વ, પ્રમેયત્વ, અગુરુલઘુત્વ, અભોસ્તૃત્વ, અમૂર્તિકત્વ, પ્રદેશત સહિત છે. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય અથવા દર્શન-જ્ઞાન-ચારિત્ર આદિ ગુણોથી અનંતરૂપ છે, નિશ્ચયનયમાં તે જીવ પદાર્થોનો સ્વાભાવિક ધર્મ સદા સત્ય અને એકરૂપ છે. તેને સ્યાદ્વાદ અધિકારમાં સાધ્ય-સ્વરૂપ કહ્યો, હવે આગળ એને સાધકરૂપ કહે છે. ૨.
જીવની સાધ્ય-સાધક અવસ્થાઓનું વર્ણન (દોહરો) साध्य सुद्ध केवल दशा, अथवा सिद्ध महंत।
साधक अविरत आदि बुध, छीन मोह परजंत।।३।। શબ્દાર્થ- સુદ્ધ કેવલ દશા = તેરમા અને ચૌદમા ગુણસ્થાનવર્તી અરિહંત. સિદ્ધ મહંત = જીવની આઠ કર્મ રહિત શુદ્ધ અવસ્થા. અવિરત બુધ = ચોથા ગુણસ્થાનવર્તી અવ્રત સમ્યગ્દષ્ટિ, ખીમો (ક્ષણમોહ) = બારમાં ગુણસ્થાનવર્તી સર્વથા નિર્મોહી.
અર્થ- કેવળજ્ઞાની અરિહંત અથવા સિદ્ધ પરમાત્મપદ સાધ્ય છે અને અવ્રત સમ્યગ્દષ્ટિ અર્થાત્ ચોથા ગુણસ્થાનથી માંડીને ક્ષીણમોહ અર્થાત્ બારમા ગુણસ્થાન સુધી નવ ગુણસ્થાનોમાંથી કોઈ પણ ગુણસ્થાનના ધારક જ્ઞાની જીવ સાધક છે. ૩.
સાધક અવસ્થાનું સ્વરૂપ ( સવૈયા એકત્રીસા) जाकौ अधो अपूरब अनिवृति करनकौ,
भयौ लाभ भई गुरुवचनकी बोहनी। जाकै अनंतानुबंधी क्रोध मान माया लोभ ,
अनादि मिथ्यात मिश्र समकित मोहनी।। सातौं परकिति खपी किंवा उपसमी जाके,
___जगी उर मांहि समकित कला सोहनी। सोई मोख साधक कहायौ ताकै सरवंग,
प्रगटी सकति गुन थानक अरोहनी।।४।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com