SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સ્યાદ્વાદ દ્વારા ૩૧૭ શબ્દાર્થ- હૈ = છે. નાંહિ = નથી. હું નાહી = છે-નથી. નાહી સુ હૈ = અવક્તવ્ય. અર્થ:- અસ્તિ, નાસ્તિ, અસ્તિ-નાસ્તિ, અવક્તવ્ય, અસ્તિ-અવક્તવ્ય, નાસ્તિ-અવક્તવ્ય અને અસ્તિ-નાસ્તિ અવક્તવ્ય, આવી રીતે સાત ભંગ થાય છે. એને સર્વાગ નયના સ્વામી સ્યાદ્વાદ સર્વ વસ્તુમાં માને છે. વિશેષ:- સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવ આ પોતાના ચતુષ્ટયની અપેક્ષાએ તો દ્રવ્ય અસ્તિસ્વરૂપ છે અર્થાત્ પોતા સમાન છે. પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવ આ પરચતુષ્ટયની અપેક્ષાએ દ્રવ્ય નાસ્તિસ્વરૂપ છે અર્થાત્ પરસમાન નથી. ઉપર્યુક્ત સ્વચતુષ્ટય પરચતુષ્ટયની અપેક્ષાએ ક્રમથી ત્રણે કાળે પોતાના ભાવોથી અસ્તિ-નાસ્તિસ્વરૂપ છે અર્થાત્ પોતા સમાન છે-પર સમાન નથી. અને સ્વચતુષ્ટયની અપેક્ષાએ દ્રવ્ય એક જ કાળે વચનગોચર નથી, આ કારણે અવક્તવ્ય છે અર્થાત્ કહેવામાં આવી શકતું નથી. અને તે જ સ્વચતુષ્ટયની અપેક્ષાએ અને એક જ કાળે સ્વ-પર ચતુષ્ટયની અપેક્ષાએ દ્રવ્ય અસ્તિસ્વરૂપ છે તો પણ અવક્તવ્ય છે અને તેજ દ્રવ્ય પરચતુર્યની અપેક્ષાએ અને એકજ કાળે સ્વપર ચતુષ્ટયના અપેક્ષાએ નાસ્તિસ્વરૂપ છે તોપણ કહી શકાતું નથી. અને તે જ દ્રવ્ય સ્વચતુષ્ટયની અપેક્ષાએ અને પરચતુની અપેક્ષાએ અને એક જ કાળે સ્વપરચતુષ્ટયની અપેક્ષાએ આસ્તિ-નાસ્તિસ્વરૂપ છે, તોપણ અવક્તવ્ય છે. જેમકેએક જ પુરુષ પુત્રની અપેક્ષાએ પિતા કહેવાય છે અને તે જ પુરુષ પોતાના પિતાની અપેક્ષાએ પુત્ર કહેવાય છે. તે જ પુરુષ મામાની અપેક્ષાએ ભાણેજ કહેવાય છે અને ભાણેજની અપેક્ષાએ મામા કહેવાય છે, સ્ત્રીની અપેક્ષાએ પતિ કહેવાય છે, બહેનની અપેક્ષાએ ભાઈ કહેવાય છે તથા તે જ પુરુષ પોતાના વેરીની અપેક્ષાએ શત્રુ કહેવાય છે અને ઇષ્ટની અપેક્ષાએ મિત્ર પણ કહેવાય છે. ઇત્યાદિ અનેક સંબંધોથી એક જ પુરુષ કથંચિત્ અનેક પ્રકારે કહેવામાં આવે છે, તેવી જ રીતે એક દ્રવ્ય સાત ભંગ દ્વારા સાધવામાં આવે છે. આ સાત ભંગોનું વિશેષ સ્વરૂપ સપ્તભંગીતરંગિણી આદિ અન્ય જૈનશાસ્ત્રોમાંથી સમજવું જોઈએ. ૧૧. એકાંતવાદીઓના ચૌદ નય-ભેદ (સવૈયા એકત્રીસા) ग्यानको कारन ज्ञेय आतमा त्रिलोकमय, ज्ञेयसौं अनेक ग्यान मेल ज्ञेय छांही है। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008269
Book TitleNatak Samaysara
Original Sutra AuthorN/A
AuthorBanarasidas
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages471
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy