SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૯ સર્વવિશુદ્ધિ દ્વાર पाप किनि कियौ कौन करै करिहै सु कौन, क्रियाकौ विचार सुपिनेकी दौर धूप है।।९२।। શબ્દાર્થ- અભીત = નિર્ભય. કિનિ = કોણે ? સુપિને = સ્વપ્ન અર્થ- જ્ઞાનસૂર્યનો ઉદય થતાં જ જ્ઞાની એમ વિચારે છે કે મારું સ્વરૂપ કરુણામય અને નિર્મળ છે; તેનામાં મૃત્યુની પહોંચ નથી, તે કર્મ-પરિણતિને જીતી લે છે, તે યોગ-સમૂહથી 'નિર્ભય છે, તેનો મહિમા અપરંપાર છે, આ જગતની જંજાળ મોહજનિત છે, હું તો સંસાર અર્થાત્ જન્મ-મરણથી રહિત છું અને શુભાશુભ પ્રવૃત્તિ અંધ-કૂપ સમાન છે. કોણે પાપ કર્યા? પાપ કોણ કરે છે? પાપ કોણ કરશે? આ જાતની ક્રિયાનો વિચાર જ્ઞાનીને સ્વપ્નની જેમ મિથ્યા દેખાય છે. કર્મ-પ્રપંચ મિથ્યા છે. (દોહરા) मैं कीनौं मैं यौं करौं, अब यह मेरौ काम। मन वच कायामै बसै, ए मिथ्या परिणाम।। ९३।। मनवचकाया करमफल, करम-दसा जड़ अंग। दरबित पुग्गल पिंडमय, भावित भरम तरंग।। ९४ ।। तातें आतम धरमसौं, करम सुभाउ अपूठ। कौन करावै कौ करै, कोसल है सब झूठ।। ९५।। શબ્દાર્થ:- અપૂઠ = અજાણ. કોસલ (કૌશલ) = ચતુરાઈ. અર્થ:- મેં આ કર્યું, હવે આમ કરીશ, આ મારું કાર્ય છે. આ સર્વ મિથ્યાભાવ મન-વચન-કાયમાં નિવાસ કરે છે. ૯૩. મન-વચન-કાયા કર્મ-જનિત છે, કર્મપરિણતિ જડ છે, દ્રવ્યકર્મ પુદ્ગલના પિંડ છે અને ભાવકર્મ અજ્ઞાનની લહેર છે. ૯૪. આત્માથી કર્મસ્વભાવ વિપરીત છે, તેથી કર્મ કોણ કરાવે ? કોણ કરે ? આ બધી ચતુરાઈ મિથ્યા છે. ૯૫. ૧. એ જાણે છે કે મન, વચન, કાયાના યોગ પુદ્ગલના છે, મારા સ્વરૂપને બગાડી શકતા નથી. न करोमि न कारयामि न कुर्वन्तमप्यन्यं समनुजानामि मनसा च वाचा च कायेन चेति। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008269
Book TitleNatak Samaysara
Original Sutra AuthorN/A
AuthorBanarasidas
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages471
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy