________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૮
સમયસાર નાટક આત્માની આરાધના અથવા યોગ-નિગ્રહ માર્ગનું ગ્રહણ કરીને નિજ સ્વરૂપમાં લીન થાય છે.૭.
શાની કર્મના કર્તા-ભોક્તા નથી એનું કારણ. ( સવૈયા એકત્રીસા) चिनमुद्राधारी ध्रुव धर्म अधिकारी गुन,
___ रतन भंडारी अपहारी कर्म रोगकौ। प्यारौ पंडितनकौ हुस्यारौ मोख मारगमैं,
न्यारौ पुदगलसौं उज्यारौ उपयोगकौ। जानै निज पर तत्त रहै जगमै विरत्त,
गहै न ममत्त मन वच काय जोगकौ। ता कारन ग्यानी ग्यानावरनादि करमको,
करता न होइ भोगता न होई भोगकौ।।८।। શબ્દાર્થ ચિન્મુદ્રા = ચૈતન્ય, ચિહ્ન. ધ્રુવ = નિત્ય. અપારી કર્મરોગકૉ = કર્મરૂપી રોગનો નાશ કરનાર. હુસ્સારી (હોઠ્યાર) = પ્રવીણ. ઉજ્યારી = પ્રકાશ. ઉપયોગ = જ્ઞાનદર્શન. તત્ત (તત્ત્વ) = નિજસ્વરૂપ. વિરત (વિરક્ત) = વૈરાગી. મમત્ત (મમત્વ ) = પોતાપણું.
અર્થ:- ચૈતન્ય-ચિતનો ધારક, પોતાના નિત્ય સ્વભાવનો સ્વામી, જ્ઞાન આદિ ગુણરૂપ રત્નોનો ભંડાર, કર્મરૂપ રોગોનો નાશ કરનાર, જ્ઞાનીઓને પ્રિય, મોક્ષમાર્ગમાં કુશળ, શરીર આદિ પુદગલોથી ભિન્ન, જ્ઞાનદર્શનનો પ્રકાશક, નિજ પર તત્ત્વનો જ્ઞાતા, સંસારથી વિરક્ત, મન-વચન-કાયાના યોગોના મમત્વ રહિત હોવાને કારણે જ્ઞાની જીવ જ્ઞાનાવરણાદિ કર્મોનો કર્તા અને ભોગોનો ભોક્તા થતો નથી. ૮.
अज्ञानी प्रकृतिस्वभावनिरतो नित्यं भवेद्वेदको
___ ज्ञानी तु प्रकृतिस्वभावविरतो नो जातुचिद्वेदकः। इत्येवं नियमं निरूप्य निपुणैरज्ञानिता त्यज्यतां
शुद्धैकात्ममये महस्यचलितैरासैव्यतां ज्ञानिता।।५।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com