________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષ દ્વાર
૨૩૩ શુભ ક્રિયાઓનું સ્પષ્ટીકરણ (દોહરા) नंदन वंदन थुति करन, श्रवन चितवन जाप।
पढ़न पढ़ावन उपदिसन, बहुविधि क्रिया-कलाप।।३४।। શબ્દાર્થ:- નંદન = રસિક અવસ્થાનો આનંદ. વંદન = નમસ્કાર કરવા. શ્રુતિ (સ્તુતિ) = ગુણગાન કરવા. શ્રવન (શ્રવણ) = આત્મસ્વરૂપનો ઉપદેશ આદિ સાંભળવા. ચિંતવન = વિચાર કરવો. જાપ = વારંવાર નામનું ઉચ્ચારણ કરવું. પઢન = ભણવું. પઢાવન = ભણાવવું. ઉપસિન = વ્યાખ્યાન દેવું.
અર્થ - આનંદ માનવો, નમસ્કાર કરવા, સ્તવન કરવું, ઉપદેશ સાંભળવો, ધ્યાન ધરવું, જાપ જપવો, ભણવું, ભણાવવું, વ્યાખ્યાન આપવું આદિ સર્વ શુભ ક્રિયાઓ છે. ૩૪.
શુદ્ધોપયોગમાં શુભોપયોગનો નિષેધ (દોહરા) सुद्धातम अनुभव जहां, सुभाचार तहां नांहि।
करम करम मारग विर्षे, सिव मारग सिवमांहि।। ३५।। શબ્દાર્થ:- શુભાચાર = શુભ પ્રવૃત્તિ. કરમ મારગ (કર્મમાર્ગ) = બંધનું કારણ. સિવ મારગ ( શિવમાર્ગ) = મોક્ષનું કારણ. સિવમાંહિ = આત્મામાં.
અર્થ:- ઉપર કહેલી ક્રિયાઓ કરતાં કરતાં જ્યાં આત્માનો શુદ્ધ અનુભવ થઈ જાય છે ત્યાં શુભોપયોગ રહેતો નથી; શુભ ક્રિયા કર્મબંધનું કારણ છે અને મોક્ષની પ્રાપ્તિ આત્મ-અનુભવમાં છે. ૩૫.
વળી-(ચોપાઈ) इहि बिधि वस्तु-व्यवस्था जैसी।
कही जिनंद कही मैं तैसी।। जे प्रमाद-संजुत मुनिराजा।।
તિન સુમાવા૨સૌ વાના છેરૂદ્દા. શબ્દાર્થ - વસ્તુવ્યવસ્થા = પદાર્થનું સ્વરૂપ. પ્રમાદસંજીત = આત્મઅનુભવમાં અસાવધાન, શુભોપયોગી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com