________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
XXIII વિલખત કુંભકરણ ભવ વિભ્રમ, પુલકિત મન દરયાવ; થતિ ઉદાર વીર મહિરાવણ, સેતુબંધ સમભાવ...વિરાજૈ.૫. મૂછિત મંદોદરી દુરાશા, સજગ ચરન હનુમાન; ઘટી ચતુર્ગતિ પરણતિ સેના, છુટે છપકગુણ બાન...વિરાજૈ..૬. નિરખિ સકતિ ગુન ચક્રસુદર્શન, ઉદય વિભીષણ દીન; ફિરૈ કબંધ મહી રાવણકી, પ્રાણભાવ શિરહીન...વિરાજૈ...૭. ઈહુ વિધિ સકલ સાધુ ઘટ અંતર, હોય સહજ સંગ્રામ; યહ વિવારદષ્ટિ રામાયણ, કેવલ નિશ્ચય રામ...વિરાજૈ..૮.
(બનારસીવિલાસ
પૃષ્ઠ
૨૪૨)
તુલસીદાસજી આ અધ્યાત્મચાતુર્ય જોઈને બહુ જ પ્રસન્ન થયા અને બોલ્યા, આપની કવિતા મને બહુ જ પ્રિય લાગી છે, હું તેના બદલામાં આપને શું સંભળાવું? તે દિવસે આપની પાર્શ્વનાથ-સ્તુતિ વાંચીને મેં પણ એક પાર્શ્વનાથ સ્તોત્ર બનાવ્યું હતું,
તે આપને જ અર્પણ કરું છું.” એમ કહીને “ભક્તિબિરદાવલી” નામની એક સુંદર કવિતા કવિવરને અર્પણ કરી. કવિવરને તે કાવ્યથી ઘણો સંતોષ થયો અને પછી ઘણા દિવસો સુધી બન્ને સજ્જનોનો મેળાપ વખતોવખત થતો રહ્યો.
કવિવરના દેહોત્સર્ગનો સમય જાણવામાં નથી. પરંતુ મૃત્યુ સમયની એક દંતકથા પ્રસિદ્ધ છે કે અંતસમયે કવિવરનો કંઠ રુંધાઈ ગયો હતો, તેથી તેઓ બોલી શકતા નહોતા. અને પોતાના અંત સમયનો નિશ્ચય કરીને ધ્યાનાવસ્થિત થઈ ગયા હતા. લોકોને ખાતરી થઈ ગઈ હતી કે એ હવે કલાક બે કલાકથી વધારે જીવતા નહિ રહે. પરંતુ જ્યારે કલાક બે કલાકમાં કવિવરની ધ્યાનાવસ્થા પૂરી ન થઈ ત્યારે લોકો જાતજાતના વિચાર કરવા લાગ્યા. મૂર્ખ માણસો કહેવા લાગ્યા કે એમના પ્રાણ માયા અને કુટુંબીઓમાં અટકી રહ્યા છે, જ્યાં સુધી કુટુંબીજનો એમની સામે નહિ આવે અને પૈસાની પોટલી એમની સમક્ષ નહિ મૂકવામાં આવે ત્યાં સુધી પ્રાણ જશે નહિ. આ પ્રસ્તાવમાં બધાએ અનુમતી આપી, કોઈએ પણ વિરોધ ન કર્યો. પરંતુ લોકોના આ મૂર્ખાઈ ભરેલા વિચારો કવિવર સહન ન કરી શકયા. તેમણે આ લોકમૂઢતા ટાળવા ઈચ્છા કરી. તેથી એક પાટી અને કલમ લાવવા માટે નજીકના લોકોને ઈશારો કર્યો. મહામહેનતે લોકો તેમનો આ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com