SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૮ સમયસાર નાટક કરવું. ચિંતવન = ગુણોનો વિચાર કરવો. સેવન = ગુણોનું અધ્યયન કરવું. વંદન = ગુણોની સ્તુતિ કરવી. ધ્યાન = ગુણોનું સ્મરણ કરવું. લઘુતા = ગુણોનો ગર્વ ન કરવો. સમતા = બધા ઉપર એકસરખી દષ્ટિ રાખવી. એકતા = એક આત્માને જ પોતાનો માનવો, શરીરાદિને પર માનવા. અર્થ - શ્રવણ, કીર્તન, ચિંતવન, સેવન, વંદન, ધ્યાન, લઘુતા, સમતા, એકતા-આ નવ પ્રકારની ભક્તિ છે, જે જ્ઞાની જીવ કરે છે. ૮. જ્ઞાની જીવોનું મંતવ્ય (સવૈયા એકત્રીસા) *कोऊ अनुभवी जीव कहै मेरे अनुभौमैं , लक्षन विभेद भिन्न करमकौ जाल है। जानै आपा आपुकौं जु आपुकरि आपुविर्षे, उतपति नास ध्रुव धारा असराल है।। सारे विकलप मोसौं-न्यारे सरवथा मेरौ, निहचै सुभाव यह विवहार चाल है। मैं तौ सुद्ध चेतन अनंत चिनमुद्रा धारी, પ્રભુતા મારી રૂપ તિદૂ થાન દૈા ૬ાા અર્થ:- આત્માનુભવી જીવ કહે છે કે અમારા અનુભવમાં આત્મસ્વભાવથી વિરુદ્ધ ચિહ્નોની ધારક કર્મોની જાળ અમારાથી ભિન્ન છે, તેઓ પોતે પોતાને પોતા દ્વારા પોતાનામાં જાણે છે. દ્રવ્યની ઉત્પાદ, વ્યય અને ધ્રુવ એ ત્રિગુણ ધારા જે મારામાં રહે છે, તે વિકલ્પો વ્યવહારનયથી છે, મારાથી સર્વથા ભિન્ન છે; હું તો નિશ્ચયનયના વિષયભૂત શુદ્ધ અને અનંત ચૈતન્યમૂર્તિનો ધારક છું, મારું આ સામર્થ્ય સદા એકસરખું રહે છે-કદી ઘટતું-વધતું નથી. ૯. ૧. આ કર્તારૂપ છે. ૨. આ કર્મરૂપ છે. ૩. આ કરણરૂપ છે. ૪. આ અધિકરણ છે. * भित्त्वा सर्वमपि स्वलक्षणबलाद्रेत्तुं हि यच्छक्यते - चिन्मुद्रांकितनिर्विभागमहिमा शुद्धश्चिदेवास्म्यहम्। भिद्यन्ते यदि कारकाणि यदि वा धर्मा गुणा वा यदि भिद्यन्तां न भिदास्ति काचन विभौ भावे विशुद्धे चिति।।३।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008269
Book TitleNatak Samaysara
Original Sutra AuthorN/A
AuthorBanarasidas
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages471
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy